અમરેલીના તારવાડી રોડ પર વાંઝાવાડીમાંથી ફોટોગ્રાફરના કેમેરાના સાધનોની ચોરી કરનાર ઈસમને સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. તેમની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 95700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના હેઠળ જિલ્લા પોલીસવડા હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીએ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર માટે પોલીસને માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એ.મોરીની રાહબરી નીચે પીએસઆઈ જે.એમ. દવે સહિતનો સ્ટાફ ચિતલ રોડ પર પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન તારવાડી રોડ પર વાંઝાવાડીમાંથી ફોટોગ્રાફરના કેમેરાના સાધનોની ચોરી કરનાર અને લીલીયાના ભોરીંગડાનો અને હાલ સુરત રહેતા ભરત જેરામભાઈ જીકાદ્રા ( ઉ.વ. 23)ને મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધો હતો. તેમની પાસેથી પોલીસે રૂપિયા 95700ના કેમેરાના જુદા જુદા સાધનો કબ્જે કરાયા હતા. સીટી પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં ચોરીના ભેદને ઉકેલ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.