તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:અમરેલીના વીજપડી ગામે ખેતીકામ કરતા આધેડ પર માનવભક્ષી દીપડાનો હુમલો કરતા મોત નીપજ્યું

વીજપડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ બે દિવસ પહેલા નેસડીના આઠ વર્ષિય બાળકને ફાડી ખાધાની ઘટના બની"તી

જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં દીપડા દ્વારા માનવ પરના હુમલાની ઘટનાઓ વધી પડી છે. હજુ બે દિવસ પહેલા નેસડી ગામે આઠ વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધાની ઘટના હજુ તાજી છે. ત્યાં સાવરકુંડલાના વીજપડીમાં વાડીએ ખેતી કામ કરતા એક આધેડ પર દીપડાએ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું.

વીજપડી ગામે નવાગામ રોડ પર સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં અહીં રહેતા લાલજીભાઈ લાખાભાઈ વાળા ઉમર વર્ષ 57 નામના આધેડ ખેતી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પાછળથી દીપડાએ તેના પર તરાપ મારી હતી. જોકે તેમણે હાકલા-પડકારા કરતા દિપડો નાસી છુટ્યો હતો. આસપાસમાંથી લોકો અહિં દોડી આવ્યા હતા અને 108ને જાણ કરાઇ હતી. 108 એમ્બ્યુલન્સના ઇએમટી જયંતીભાઈ ગોહિલ અને પાયલોટ રફીકભાઈ શેખ અહિં દોડી આવ્યા હતા. અને લાલજીભાઈને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા સિવિલે ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

દીપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવાયા
ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ વીજપડી દોડી ગયો હતો. અહીં માનવભક્ષી દિપડાને પકડવા વનવિભાગે ત્રણ પાંજરા ગોઠવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...