કાર્યવાહી:અમરેલીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 200 લીટર ઓઈલ અને બાઈક મળી 30,400નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલીમાં ખેતીવાડીના જુદા જુદા ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરનાર શખ્સને એલસીબીએ બાતમીના આધારે શહેરના બહારપરા ફાટક પાસેથી ઝડપી લીધો હતો. તેમની પાસેથી 200 લીટર ઓઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 30400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમરેલીમાં ભોજલીયા મંદિર પાસે ખેતીવવાડી વીજ કનેકશનના જુદા જુદા ટ્રાન્સફોર્મરમાંથી 230 લીટર ઓઈલ ચોરી થયાની પીજીવીસીએલના નાયબ ઈજનેર મુકેશભાઈ પરમારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબીને માર્ગદર્શન આપ્યું હતુ.

એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આર.કે. કરમટાની રાહબરી હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે જુદા જુદા ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરનાર વિકુ ઉર્ફે હંડો હિરાભાઈ વાઘેલા ( ઉ.વ. 41) ને બહારપરા ફાટક પાસેથી ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 15200નું 200 લીટર ઓઈલ અને 15 હજારની બાઈક મળી કુલ રૂપિયા 30400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.