અમરેલી જિલ્લામાં ખાંભાના આંબલીયાળા ગામ નજીક જંગલ વિસ્તારમાં સ્ત્રી-પુરુષના હાડ પિંજર મળી આવ્યાં હતા. જેથી ચકચાર મચી હતી. આ ઘટનાની માહિતી મળતા વનવિભાગની ટીમ દોડી ગઈ હતી. ત્યારબાદ ખાંભા પોલીસ પણ બનાવ સ્થળે પોહચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બંને બોડીના અવશેષોને ભાવનગર એફસેએલમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવી શકે છે. બનાવ સ્થળે સીમકાર્ડ વગરનો મોબાઈલ પણ મળી આવ્યો છે અને ઝેરી દવા અથવા કોઈ અન્યની બોટલ પણ બાજુ માંથી મળતા પોલીસ દ્વારા હાલ કબજે લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાવ સ્થળે પોલીસ દ્વારા સ્કેનિગ શરૂ કર્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવને પગલે પોલીસને અલગ અલગ રીતે અનેક શંકાઓ ઉપજાવી રહ્યો છે. સાવરકુંડલા ડી.વાય.એસ.પી.હરેશ વોરા પણ તપાસમાં જોડાયા છે અને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરી
ગીર જંગલ વિડી વિસ્તાર હોવાને કારણે વનવિભાગની ટીમ દ્વારા પણ અહીં આસપાસ તપાસો શરૂ કરવામાં આવી છે. જોકે, હાડપિંજર જોતા લાગી રહ્યું છે ઘણા દિવસો પહેલાનું હોય શકે છે પરંતુ હજુ સુધીમાં કોઈ કારણ અથવા તો ઓળખ કરવામાં આવી નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.