તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:ગીર કાંઠાના ધારી મોરઝર વિસ્તારમાં કેરીના પાકને મોટું નુકસાન, આ વર્ષે પણ બાગાયતી ખેતીને ભારે ફટકો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લાનું ગીર કાંઠાનું ધારી પંથક કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. અહીં આવેલ મોરઝર ગામમાં 200 હેક્ટરમાં કેરીના બગીચાનું વાવેતર આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જોકે સતત બે વર્ષથી સીઝન દરમિયાન ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે.

આંબામાં કોળ આવી જતા મોટાભાગની કેરીઓ ઓછી થઈ

ગયા વર્ષે અતિ ભારે ચોમાસાના વાવઝોડાના કારણે ભારે વરસાદથી કેરીના પાકોને ખુબ વ્યાપક નુકસાન ગયું હતું. અને સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો હતો. જેના કારણે કેરીના આંબા નીચે ખરી ગયા હતા. ત્યાર બાદ આ વર્ષે પણ ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. આ વર્ષે ખેડૂતોને આ વિસ્તારમાં સારા પાકની આશા હતી. પ્રથમ આ વર્ષે મોર આવ્યો પરંતુ તેમાં કોળ આવી જતા જેના કારણે મોટાભાગની કેરીઓ ઓછી થઈ છે. જોકે અહીં નાના મોટા અમુક બગીચામાં કેરીઓ આવી છે. પરંતુ અન્ય મોટાભાગમાં મોર કોળાય ગયા છે. જેના કારણે ખેડૂતો આ વર્ષે પણ પડ્યા પર પાટુ વાગ્યા જેવી મોરઝર ગામની સ્થિતિ સર્જાય છે. તાજેતરમાં વાતાવરણમાં ફેરફારો થયા તેના કારણે પણ કેરીઓ ઉપર સીધી અસર પડી હોય શકે છે. જયારે હાલ તો આ ખેડૂતોની મોટી આશા પર પાણી ફરી વળ્યું છે. મહત્વની વાત એ છે એક તરફ રાજ્યની સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપે છે. તેવા સમયે આ ગામના ખેડૂતોની નિરાશા વધારે જોવા મળી રહી છે.

આંબા કાઢી નાખવા છે - ખેડૂત

ખેડૂત મનુભાઈ ભેસાણિયા જણાવ્યું છે કે અમારે બધો બાગાયતી પાક કાઢી નાખવો છે. 90% બાગાયતી પાકમાં 2 વર્ષથી ખર્ચ વધુ થાય છે જેમાં નુકસાન જાય છે. આંબાને કાઢી નાખવા છે સરકાર હેક્ટરએ 15 થી 20 હજાર આપે છે. પણ અમારે ખર્ચ નથી નીકળતો ખેડૂતો હવે લો લઇ પેસાની ભરપાઈ કર છે. મોર કોળાય ગયો એટલે કે મોર કાળો પડી જાય જેથી અમારા આ વિસ્તારના ખેડૂતો કહે કોળાય ગયો અને પછી કેરી ન આવે મોર ખરી જાય તેને કોળાય જાય તેવો શબ્દ વાપરે છે.

પાંચ ટકાની અવાક થાય તેવું પણ કઇ દેખાતું નથી - બિપીન પુરોહિત

બિપીન પુરોહિતે જણાવ્યું છે કે દરેક ખેડૂત બાગાયતી પાક કરે છે. પણ બે વર્ષથી સતત પાક ફેઈલ થયો છે. આ વર્ષે પણ વાતાવરણના કારણે મોરમાં કોળ આવી ગયો છે. જેના કારણે પાક ઘણો ખરો ખરી ગયો છે. જેમાં પાંચ ટકા પણ આવક થાય તેવી કોઈ પરિસ્થિતિ નથી દેખાતી અગાઉ 10 વર્ષ પહેલા આવી સ્થિતિ સર્જાઇ હતી. અમારા ગામમાં હજારો વૃક્ષ ગામ લોકોએ કાપી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો