તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રત્ન કલાકારોને ફાયદો:14મીથી મહુવા-સુરત ટ્રેન દરરોજ દોડશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાંથી પસાર થતી મહુવા- સુરત ટ્રેન 14મીથી દરરોજ માટે શરૂ કરવામાં આવી રહી છે. દર બુધવારે ચાલતી ટ્રેન કાયમી ધોરણે શરૂ થતાં અમરેલી જિલ્લાના રત્નકલાકારોમાં આનંદની લાગણી છવાઈ હતી. આગામી દિવસોમાં જિલ્લાના રત્નકલાકારોને સુરત જવા માટે ફાયદો થશે. દેશભરમાં કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાંથી દર બુધવારે પસાર થતી મહુવા - સુરત વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી હતી.

પણ એક વર્ષ બાદ રેલવે બોર્ડે દેશમાં ધીમે ધીમે ટ્રેન વ્યવહાર શરૂ કર્યો છે. તેવા સમયે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશનાએ મહુવા - સુરત સુપરફાસ્ટ ટ્રેન દરરોજ શરૂ કરવા રેલવેમંત્રીને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખીને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે 14 એપ્રિલથી મહુવા સુરત વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દરરોજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અમરેલી થી સુરત જતાં રત્નકલાકારોને ટ્રેનનો લાભ મળશે. અમરેલી સુરત વચ્ચે કાયમી ધોરણે ટ્રેન વ્યવહાર શરૂ થતા રત્નકલાકારો અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો