તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજુલાના ડુંગર સહિત ચાર ગામમાં મહિપરી યોજનાનું પાણી વિતરણ ઠપ્પ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને જાણ કરવામાં આવે તો લાઇટનું બહાનું ધરી પીવાનું પાણી વેચી નાખે છે
  • પુરવઠો શરૂ કરવા કારોબારી સભ્યની પાણી પુરવઠામંત્રીને રજૂઆત

રાજુલા તાલુકાના ડુંગર, રાજપરડા, મોટા રીંગણીયાળા અને ગાંજાવદર ગામે લાંબા સમયથી મહિપરી યોજના હેઠળનું પાણી વિતરણ ઠપ્પ છે. જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. સમયસર પાણી વિતરણ કરવા માટે ભાજપ કારોબારી સભ્યે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી હતી. રાજુલાના પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય શુકલભાઇ બલદાણીયાએ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિકટર ગામેથી મહિપરી જૂથ હેઠળ 12 જેટલા ગામમાં પાણી વિતરણ કરાઇ છે.

છેલ્લા કેટલાય સમયથી ડુંગર, રાજપરડા, મોટા રીંગણીયાળા અને ગાંજાવદર ગામે મહિપરી યોજનાનું પાણી ઠપ્પ થયું છે. અહીંના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે તો લાઈટ નથી. તેવા કોઈને કોઈ બહાના આપી લોકોને પીવાનું પાણી વેંચી મારે છે.

રાજુલાના ગામડાઓમાં પીવાની પાણી નિયમિત આપવા પાણી પુરવઠાના ડેપ્યુટી ઈજનેર ચૌધરીને રજુઆત કરી હતી. પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અને હાલ ચારેય ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે જિલ્લા પ્રભારીમંત્રી હકુભા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા અને સાંસદ નારણભાઇ કાછડીયાનું ધ્યાન દોરાયું છે.

અન્ય સમાચારો પણ છે...