તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાશિવરાત્રી પર્વની ઉજવણી:જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારીમા મહાશિવરાત્રી પર્વે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા અહીના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે દ્વાદશ જયાેર્તિંલીંગ તથા અમરનાથ દિવ્ય દર્શન અાધ્યાત્મિક મેળાનુ અાયાેજન કરાયુ હતુ. - Divya Bhaskar
ધારીમા મહાશિવરાત્રી પર્વે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા અહીના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે દ્વાદશ જયાેર્તિંલીંગ તથા અમરનાથ દિવ્ય દર્શન અાધ્યાત્મિક મેળાનુ અાયાેજન કરાયુ હતુ.
  • ઠેર-ઠેર શિવાલયાેમાં હરહર મહાદેવનાે નાદ ગુંજશે : પુજન અર્ચન, મહાઅારતી સહિત કાર્યક્રમ

અમરેલી સહિત જિલ્લામા અાવતીકાલે મહાશિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણી કરાશે. જાે કે હાલ કાેરાેનાની મહામારી ચાલી રહી હાેય વિશેષ કાર્યક્રમાે બંધ છે. પરંતુ પુજન અર્ચન, અારતી, પ્રસાદ જેવા કાર્યક્રમાેનુ અાયાેજન કરાયુ છે. અમરેલીમા નાગનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ, જીવન મુકતેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ સહિતના મંદિરાેમા સવારથી જ ભકતાે દર્શનાર્થે ઉમટશે. શિવભકતાે દ્વારા શિવલીંગને બિલ્વપત્ર, દુધ સહિત સામગ્રીથી અભિષેક કરી અારાધના કરાશે. તાે શિવાલયાેમા મહાઅારતી પણ થશે.

અા ઉપરાંત બાબરામા નિલકંઠ મહાદેવ, રિધ્ધેશ્વર મહાદેવ, સાેનપરી મહાદેવ, ખંભાળામા અર્જુનેશ્વર મહાદેવ સહિતના શિવાલયાેમા પણ ભકતાે દર્શનાર્થે ઉમટી પડશે. અહી પણ અારતી, પુજન અર્ચન જેવા કાર્યક્રમાે યાેજાશે. તાે બગસરામા ભુતનાથ મહાદેવ, બુધ્ધેશ્વર મહાદેવ, મંત્રેશ્વર મહાદેવ સહિત શિવાલયાેમા સવારથી જ હરહર મહાદેવનાે નાદ ગુંજી ઉઠશે. રાજુલામા કુંભનાથ સુખનાથ મંદિરથી પાલખીયાત્રા નીકળશે. તાે ધારીમા ખાેખરા મહાદેવ ખાતે બપાેરના 3 કલાકે શિવજીની પાલખીયાત્રા નીકળી ભજનમઢી સુધી જશે. અા ઉપરાંત જીવન મુકતેશ્વર મહાદેવ, બાલનાથ મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ સહિત શિવાલયાેમા પુજન અર્ચન કરાશે.

અન્ય સમાચારો પણ છે...