સાયબર ક્રાઇમ:યુવતીના નામનું ફેક ID બનાવી બિભત્સ મેસેજ વાયરલ કર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલાની યુવતી સાથે ગુનાહિત કૃત્ય આચર્યું
  • માંડણપરાની યુવતી સામે સાયબર ક્રાઇમ પાેલીસમાં ફરિયાદ

સાવરકુંડલામા રહેતી અને સરકારી નાેકરી કરતી અેક યુવતીના નામનુ બાેગસ અાઇડી બનાવી જૂનાગઢના માંડણપરામા રહેતી યુવતીઅે સાેશ્યલ મિડીયામા બિભત્સ મેસેજ કરી પ્રતિષ્ઠાને હાની પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી સાયબર ક્રાઇમ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવતીનુ ફેક અાઇડી બનાવી તેના પર બિભત્સ મેસેજ માેકલી પ્રતિષ્ઠાને હાની પહાેંચાડયાની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહી રહેતી અને સરકારી નાેકરી કરતી અેક યુવતીના નામનુ જુનાગઢના માંડણપરામા રહેતી યુવતીઅે ફેક અાઇડી બનાવી નાખ્યું હતુ. અા ઉપરાંત યુવતીનાે માેબાઇલ નંબર લખી સાેશ્યલ મિડીયાના ગૃપમા બિભત્સ મેસેજ અપલાેડ કર્યા હતા.

અા ઉપરાંત અા યુવતીઅે ખાેટી અાેળખ ઉભી કરી સાેશ્યલ મિડીયાના માધ્યમથી મેસેજ કરી પ્રતિષ્ઠાને હાની પહાેંચાડી બદનામ કરી હતી ગુનાહિત કૃત્ય અાચર્યુ હતુ. બનાવ અંગે યુવતીઅે તેની સામે અમરેલી સાયબર ક્રાઇમ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. બનાવ અંગે પાેલીસે અા કૃત્ય અાચરનાર માંડણપરાની યુવતી સામે અાઇટી અેકટ હેઠળ ગુનાે નાેંધી અાગળની તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ સાયબર ક્રાઇમ પાેલીસ મથકના પીઅાઇ અેચ.કે.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...