તંત્રની ઘોર બેદરકારી:વડિયામાં લમ્પીગ્રસ્ત ગાયના આંટાફેરા: અત્યાર સુધીમાં 40 પશુના મોત

વડીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકો માલિકીના ઢોર બજારમાં છોડી મુકે છે: હાલ પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કરાઇ રહ્યું છે

હાલ જિલ્લામા લમ્પી વાયરસે અનેક પશુઓને પોતાની ઝપેટમા લીધા છે. ત્યાર વડીયામા તો તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.અહી લમ્પીગ્રસ્ત એક ગાય બજારમા આંટાફેરા મારી રહી હોય અન્ય ગૌવંશમા પણ આ રોગચાળો વકરવાની ભીતિ સેવાઇ રહી છે.

એક તરફ વડીયામા સેવાભાવી લોકો દ્વારા રખડતી ભટકતી અને લમ્પીગ્રસ્ત ગાયોને હોમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી સુવિધા ઉભી કરી સેવા કરવામા આવી રહી છે. પરંતુ બીજી તરફ અહી લમ્પીગ્રસ્ત એક ગાય બજારમા આંટાફેરા મારી રહી હોય તંત્રની બેદરકારી સામે આવી રહી છે. અમુક પશુપાલકો પોતાના પશુઓ બજારમા છોડી મુકે છે. તંત્ર દ્વારા પણ થોડા દિવસ પહેલા એક જાહેરનામુ બહાર પાડી લમ્પી વાયરસના પગલે પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

વડીયા પંથકમા અત્યાર સુધીમા 40 જેટલી ગાયોના લમ્પીના કારણે મોત પણ થઇ ચુકયા છે. અહીના સરપંચે જણાવ્યું હતુ કે વડીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમા હજુ પણ ગાયોમા લમ્પી વાયરસ ફેલાતો જોવા મળી રહ્યો છે. જિલ્લામા અત્યાર સુધીમા 152 પશુઓના મોત થઇ ચુકયા છે. હાલ તો પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામા પશુઓને રસીકરણ કરવામા આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...