વાછરડાનો શિકાર:રાજુલાના માંડરડી ગામમાં લમ્પીગ્રસ્ત વાછરડાનો સિંહએ શિકાર કર્યો, સિંહોમાં સંક્રમણ ફેલાવાની ભીતિ

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા લમ્પી વાઇરસએ હાહાકાર મચાવ્યો છે. કાગળ ઉપર 100 ઉપરાંત પશુઓના મોત નિપજ્યા છે અન્ય દરોજ અનેક પશુના લમ્પી વાઇરસના કારણે મોત થાય છે. ત્યારે આ વચ્ચે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના માંડરડી ગામમાં લમ્પી વાઇરસથી પીડાતા વાછરડા પશુનો સિંહો દ્વારા શિકાર કરી લેવાની ઘટના સામે આવી છે. જેથી સિંહોમાં સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે.

વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર
આ અંગે ગામ લોકો દ્વારા વનવિભાગને જાણ કરી છે, પરંતુ વનવિભાગના કર્મચારીઓ હાલ ગ્રેડ પે વિવિધ મુદ્દે હડતાળ ઉપર ઉતરી 24 કલાકથી રજા ઉપર ઉતરી ગયા છે. આ ઘટનાથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ચિંતિત છે. રાજુલા રેન્જ ફોરેસ્ટર ઓફિસર યોગરાજસિંહ રાઠોડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

લમ્પી વાઇરસવાળા પશુનો પહેલી વખત સિંહએ શિકાર કર્યો
રોગથી પીડાતા પશુનો સિંહ દ્વારા પહેલી વખત શિકાર કરવામાં આવ્યો છે. જેના કારણે વનવિભાગના ડોકટરો સહિત ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. હાલ વનવિભાગની તપાસ ચાલી રહી છે અને સ્કેનિંગ શરૂ કરવામાં આવશે. માંડરડી ગામના ખેડૂત અંગ્રણી રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું તે, આ રોગવાળુ પશુ હતું એનું મારણ સિંહે કર્યું છે. સિંહમાં રોગ ન ફેલાય તેની માટે કાળજી લેવામાં આવે તેવી માંગ કરી વનવિભાગ ઊંડાણ પૂર્વક તપાસ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...