એજ્યુકેશન:ઓછી સંખ્યા ધરાવતી 20 પ્રા. શાળા અન્ય શાળામાં મર્જ કરાશે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ખાંભા પંથકમાં સૌથી વધારે શાળા મર્જ થશે

અમરેલી જિલ્લામાં છાત્રોની ઓછી સંખ્યા ધરાવતી 20 જેટલી પ્રાથમિક શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે. અહી સૌથી વધારે ખાંભા પંથકની શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે. અહી ભૌગોલિક પરિસ્થિતિના અભાવે શાળા મર્જ કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. આગામી 15 દિવસમાં જિલ્લામાં કઈ શાળાને મર્જ કરાશે તે અંગે નિર્ણય લેવાશે.જિલ્લામાં 863 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. પણ અમુક વિસ્તારમાં પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 30 કરતા ઓછી હોય તો પણ શરૂ છે.

હવે આવી શાળાઓને મર્જ કરી શિક્ષણ ખર્ચ ઘટાડવા માટે શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું છે. દર વર્ષે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને મર્જ કરવામાં આવે છે. ઓણસાલ પણ અમરેલી જિલ્લામાં ઓછી સંખ્યા ધરાવતી 20 જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જિલ્લામાં સૌથી વધારે ખાંભા પંથકમાં શાળાઓ મર્જ થઈ રહી છે. પણ ગીર વિસ્તાર હોવાથી અહી રસ્તાનો અભાવ છે. અને ગામડાઓ પણ દુર દુર આવેલા છે. જેના કારણે શિક્ષણ વિભાગ આ શાળાને મર્જ કરવી કે નહી તે અંગે વિચારણા કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...