ફરિયાદ:પ્રેમીના મિત્રએ સગીરા પર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ કર્યું, વડિયા પંથકની બાળા પ્રેમી સાથે ભાગી હતી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામની માત્ર 14 વર્ષની સગીરાને અમદાવાદનાે યુવાન સાેશ્યલ મિડીયામા પરીચય થયા બાદ ભગાડી ગયાે હતાે. અને બાદમા આ યુવકના મિત્રએ વિરપુરના ગેસ્ટ હાઉસમા તેના પર દુષ્કર્મ આચરતા કુલ 6 શખ્સાે સામે ફરિયાદ નાેંધાઇ છે.વડીયાના બરવાળા બાવળ ગામની સગીરાના ખેડૂત પિતાએ આ બારામા અમદાવાદના રાહુલ અને જયદીપ નામના યુવાન ઉપરાંત બે અજાણ્યા શખ્સાે તથા તેના જ ગામના પ્રિતેશ રમેશભાઇ ગજેરા અને રૂપેશ મનસુખભાઇ પદમાણી નામના શખ્સાે સામે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

ફરિયાદમા તેમણે જણાવ્યું હતુ કે તેમની દીકરી માત્ર 13 વર્ષ અને 7 માસની ઉંમરની છે. અમદાવાદના રાહુલ નામના શખ્સે સાેશ્યલ મિડીયામા તેની સાથે મિત્રતા કરી હતી અને લગ્નની લાલચ આપી ગત 12મી તારીખે તેને ભગાડી ગયાે હતાે. જેમા જયદીપ અને બે અજાણ્યા શખ્સાેએ મદદ કરી હતી. પ્રિતેશ ગજેરા અને રૂપેશ પદમાણી રાહુલના પરિચયમા હાેય આ સગીરાને અપહરણ કરી વિરપુરના ગેસ્ટ હાઉસમા લઇ જવાઇ હતી ત્યાં ગયા હતા. જ્યાં પ્રિતેશ ગજેરાએ ગેસ્ટ હાઉસમા આ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. જેને પગલે વડીયા પાેલીસે તમામ છ શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...