તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક જામ:ખાંભાના નાનુડી નજીક લાપળા ડુંગર પાસે ટ્રક બંધ થતા વાહનોની લાંબી કતારો લાગી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કલાક બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો

અમરેલી જિલ્લામા આવેલ ખાંભાના નાનુડી ગામ નજીક 1 ટ્રક લાપળા ડુંગર નજીક ટેક્નિકલ ખામી આવી જતા અચાનક રસ્તા વચ્ચે ઉભો રહ્યો જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા હતા. મોટી સંખ્યામા વાહન ચાલકોની લાઈનો લાગતા ટ્રાફિક જામ થયો અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કલાક કરતા વધુ સમય અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. અહીં ટ્રકો, બાઇક, કાર, બસ સહિતના વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા.

અન્ય વાહન ચાલકોની મદદથી વાહન વ્યવહાર શરૂ કરાયો
1 કલાક ટ્રાફિક જામ થતા અન્ય વાહન ચાલકો દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવતા ફસાયેલા વાહન ચાલકો એ રાહતનો શ્વાસ લીધો હતો અને હાશકારો અનુભવ્યો હતો.

મોડે મોડે સુધી પોલીસ ના પહોંચતા લોકોમાં રોષ
જ્યારે આ ઘટનામાં ટ્રાફિક જામ કલાક કરતા વધુ સમય સુધી રેહતા પોલીસ તંત્ર નહિ પોહચતા પોલીસની કામગીરી સામે પણ વાહન ચાલકો દ્વારા સવાલો ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...