તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદાસ્પદ પોસ્ટર:સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં હિસ્ટ્રી શીટર ઉમેદવારના નામે પોસ્ટર સ્થાનિકોએ લગાવ્યા

સાવરકુંડલા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ભાજપ પર આક્ષેપો પણ કર્યા હતા

અમરેલી જિલ્લામાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ હવે આક્ષેપ બાજી બાદ પોસ્ટરો પર આવી રહી છે. સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં પોસ્ટરો લગાવતા વિવાદ સર્જાયો છે. અહીં વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર ડી.કે.પટેલ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પણ છે. તેના વિરુદ્ધ અગાઉ લાંચ રૂશ્વતનો રૂ. 1 લાખનો કેસ એસીબીમાં થયો હતો અને 2019માં પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટરની યાદીમાં પણ તેમના નામનો ઉલ્લેખ હતો. આજે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 8ના યુવાનો રહીશો દ્વારા આજે હિસ્ટ્રીશીટર લખીને પોસ્ટરો ફોટા સાથે લગાવવાની શરૂઆત કરતા રાજકારણ ગરમાયુ હતુ. જોકે આ પોસ્ટરોની સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામા ચર્ચાનુ કેન્દ્ર બની છે.

2 દિવસ અગાઉ વિપક્ષ નેતા એ ભાજપ પર આક્ષેપો કર્યા હતા
સમગ્ર ઘટના પહેલા 2 દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ભાજપ પર આક્ષેપો પણ કર્યા હતા અને કહ્યું હતું ભાજપે માથાભારે હિસ્ટ્રીશીટરોને ટિકિટો આપી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આજે આ પ્રકારના પોસ્ટરોથી ફરી રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો