સમસ્યા:રાજુલા શહેરમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન, ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્વવ થતા રોગચાળો ફાટવાની ભીતિ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજુઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી
  • શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

અમરેલીના રાજુલા શહેરમાં જ્યાં આસપાસ દેશ વિદેશના મહાકાય ઉદ્યોગો ધમધમી રહ્યા છે, ત્યાં 98 રાજુલા વિધાનસભા વિસ્તાર આવેલો છે, અહીં શહેરમાં કોંગ્રેસ સાશીત નગરપાલિકા છે. જ્યાં બહુમતી કોંગ્રેસની છે. ત્યારે રાજુલા શહેરમાં ગટરની ગંભીર સમસ્યાં ઉદ્દભવી છે. 1 અઠવાડીયામાં 4 વખત ગંદા પાણી ઉભરાય છે. તેમજ પીવાના પાણીના પંપમાંથી પાણી સતત ઉભરાય છે. જેથી શહેરીજનો અને પ્રજાને હાલાકી પડી રહી છે.

રાજુલા શહેરમાં શ્રીજીનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. રોગચાળાને આમંત્રણ અપાતું હોવાનુ સામે આવી રહ્યું છે. આ વિસ્તારના લોકો પાલિકામાં વાંરવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈને પેટનું પાણી હલતું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ ગંદા પાણીમાંથી પસાર થવાના કારણે અનેક લોકો તાવ, શરદી જેવી બીમારીમાં સપડાયા છે. આવી જ રીતે બાવળીયાવાડી અને ધારનાથ સોસાયટી વચ્ચે આવેલા મંદિર પાછળના વિસ્તારમાં પાણી સતત ભરાયેલા રહે છે. કોઈ નિરાકણ આવતું નથી. આ ઉપરાંત સ્લાટ વાડા વિસ્તાર ભેરાઈ રોડ, બીડી કામદાર, તત્વજ્યોતિ વિસ્તારમાં પણ ગંદા પાણી ઉભરાય રહ્યા છે. શહેરમાં ગટરની તેમજ પાણી ઉભરાવાની સમસ્યાં ગંભીર બની છે.

રાજુલામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં સાશન પર આવતા અનેક વખત સતા માટે ખેંચતાણ સર્જાય છે. જેના કારણે અત્યાર સુધીમાં 5થી વધુ વખત પ્રમુખ બદલાય ચુક્યાં છે. અહીં 15 વર્ષ કરતા વધુ વર્ષોથી સમસ્યાં છે. મહત્વની વાત એ છે અહીં ભાજપ અને કોંગ્રેસ બંને મહત્વની પાર્ટી સતા સ્થાને બેસી ચુકી છે, તેમ છતાં આ સમસ્યા હલ કરી શકી નથી. દર વખત બંને પાર્ટીના નેતાઓ આ સમસ્યા મુદ્દે માત્ર ચર્ચા વિચારણા કરે છે, પરંતુ કોઈ કાયમી નિકાલ લાવવામાં હજી સુધી સફળ થયું નથી.

રાજુલા પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારો સહિત સરકારી ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓના ક્વાર્ટર પાસેથી ગંદા પાણી પસાર થાય છે. કેટલીક વખત તો અહીં આવેલું સરકારનું આરામ ગૃહમાં ગંદા પાણી ઘૂસે છે. જેના કારણે અહીં રહેલા સરકારના જવાબદાર અધિકારીઓ માર્ગ મકાન વિભાગના ઓફિસર પણ પરેશાનીમાં મુકાય છે, પરંતુ સમસ્યા મુદ્દે કોઈ ગ્રાઉન્ડ ઉપર કામગીરી થતી નથી. અનેક અધિકારીઓ નામ નહિ દેવાની શરતે દિવ્યભાસ્કર પાસે બળાપા કાઢી પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે.

સ્થાનીક ઇસમાલભાઈએ જણાવ્યું હતું કે, કેટલીક વખત કહેવું આ લોકોને શરમ જ નથી. પાણી ઉભરાવાનો પ્રશ્ન આજનો નથી વર્ષો જૂનો પ્રશ્ન છે. પાલિકા વાળા મત લેવા આવે છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ નથી લાવતા.

સ્થાનીક પ્રકાશભાઈએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં બારે માસ ચોમાસા જેવો માહોલ હોય છે. ગંદા પાણીના કારણે બાળકો મહિલાઓ રાહદારીઓ ખૂબ પરેશાન છે. આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...