તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક નિષ્ફળ:સ્થાનિક શાકભાજીની આવકમાં 700 મણનો ઘટાડો, દરરોજની આવક 1700માંથી 1000 મણે પહોંચી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
  • ગુવાર, કારેલા, ગલકા, દૂધી અને મરચાના ભાવ બમણાં
  • વાવાઝોડામાં અને લાઈટના અભાવે શાકભાજીનો સ્થાનિક પાક નિષ્ફળ

અમરેલીમાં જિલ્લામાં વાવાઝોડામાં ભારે વરસાદ અને બાદમાં ગામડાઓમાં લાઈટના અભાવે શાકભાજીનો પાક નિષ્ફળ નીવડ્યો છે. જેની અસર અમરેલીની શાકમાર્કેટ પર પડી છે. અહીં દરરોજ 1700 મણ શાકભાજીની આવક થતી હતી. પણ સ્થાનિક આવક ન થતા માર્કેટમાં બહારના શહેરમાંથી માત્ર 1000 મણ શાકભાજી આવી રહ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો હતો. ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર થઈ હતી.

વાવાઝોડામાં ભારે પવન અને વરસાદ પડતાં ખેતરમાં ઉભેલ શાકભાજીના પાકનો થોથ વળી ગયો હતો. આ ઉપરાંત વાવાઝોડા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટના કોઈ ઠેકાણા નથી. જેના કારણે વાવાઝોડામાં બચેલ શાકભાજીના પાકને સમયસર પાણી ન મળવાથી સુકાઇ ગયો છે. વાવાઝોડાના 28 દિવસ બાદ અમરેલીની શાકમાર્કેમાં તેની અસર વર્તાય હતી. અમરેલી શાકમાર્કેમાં વેપાર કરતા ઘનશ્યામભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા પહેલા માર્કેટમાં 60 ટકા શાકભાજી સ્થાનિક આવતું હતું.

અત્યારે માત્ર સ્થાનિક શાકભાજી 10 ટકા આવી રહ્યું છે. પ્રથમ માર્કેટમાં દરરોજ 1700 મણ શાકભાજી આવતું હતું. પણ અત્યારે વડોદરા, ડીસા, સુરત અને નાશીકમાંથી 1000 મણ શાકભાજીની આવક થઈ રહી છે. આવક ઘટતાની સાથે જ ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓમાં કચવાટ જોવા મળે છે. અમુક શાકભાજીમાં 25 ટકાનો વધારો થયો છે તો અમૂકમાં 35થી50 ટકા સુધીનો વધારો થયો છે.

શાકભાજીનો પ્રતિ કિલોનો ભાવ ?

શાકભાજીપહેલાઅત્યારે
ગુવાર3550 થી 60
કારેલા20 થી 2530 થી 40
ટમેટા1515 થી 17
ભીંડો1525
તુરીયા3040
કોથમી2530
કોબી712
ગલકા2030
દૂધી1020
મરચા1535

ભાવ ઘટે તેવી શકયતા નહિવત

શાકમાર્કેટમાં શાકભાજીના વેપારી ઘનશ્યામભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ગઇ છે. પરંતુ હજુ વાવેતર કાઈ ખાસ થયું નથી. આગામી બે માસ સુધી ભાવમાં વિશેષ ફેરફાર જોવા નહીં મળે. -ઘનશ્યામભાઇ, વેપારી

અન્ય સમાચારો પણ છે...