તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકાસણી:સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ચકાસણી સમગ્ર અમરેલી જિલ્લામા દરેક સેન્ટર પર શરૂ કરાઇ

અમરેલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે આજે અમરેલી જિલ્લાના આવેલ 5 નગરપાલિકા 11 તાલુકા પંચાયતના ઉમેદવારી પત્ર ફોમ ચકાસણી માટે આજે દરેક તાલુકા મથક પર આ કાર્યવાહી શરૂ કરાઇ છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમા કાર્યવાહી શરૂ કરાઇ છે. તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત ઓફિસર કક્ષાના ઓફિસરોની ઉપસ્થિતિ વચ્ચે બેઠક વાઇજ ઉમેદવારો બોલાવી બોલાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવી સરકારની ગાઈડનુ પાલન થાય તેવી રીતે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામા આવી છે. મોટાભાગના સેન્ટરમા આ કાર્યવાહી પૂર્ણતાના આરે પહોંચી છે. તમામ ઉમેદવારો ની હાજરી વચ્ચે ફોમ ચકાસણી કરાય રહી છે.

આવતી કાલે ઉમેદવારી ફોર્મ ખેચવાનો અંતિમ દિવસઆવતી કાલે 16 તારીખએ ફોર્મ પાછા ખેચવા માટેનો અંતિમ દિવસ છે. જેથી અન્ય પાર્ટીના લોકોએ ફોર્મ ભર્યા હોય, કોઈ અપક્ષ ઉમેદવારોએ બેઠકોમાં ફોર્મ ભર્યા હોય તે માટે સ્થાનિક લેવલે રાજકીય નેતાઓ ઉમેદવારો પરત ફોર્મ ખેંચે તે માટે ખાનગી રહે દોડધામ થઈ રહી હોવાનુ પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આવતી કાલે સાંજે દરેક બેઠકનો જંગ નક્કી થશે. કોણ કોની સામે ક્યાં ત્રિપાંખ્યો જંગ તે ચિત્ર આવતી કાલે નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો