વીડિયો:શિકારની શોધમાં આવેલા સિંહોએ ખાંભાના ભૂંડણી ગામમાં 1 પશુનો શિકાર કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • એક સાથે 6 જેટલા સિંહો આવી ચડતા ગ્રામજનો પણ ફફડી ઉઠ્યા

અમરેલીના ગીર પૂર્વ અને રેવન્યુ સહિત રહેણાક વિસ્તાર તરફ સિંહોનો વસવાટ વધી રહ્યો છે. જેના કારણે પશુઓના શિકાર થઈ રહ્યા છે. ખાંભાના ભૂંડણી ગામમાં આવેલા પૂર્વ સરપંચના ઘર નજીક 6 સિંહો પરિવાર સાથે રાત્રીના સમયે ઘૂસી જતા 1 પશુનો રહેણાંક વિસ્તારમાં પાસે જ શિકાર કરી દીધો હતો. સિંહોએ કરેલા પશુના શિકારથી પ્રથમ પશુએ જીવ બચાવવા માટે રાડા રાડ કરી હતી, જેના કારણે આસપાસના રહીશો ઉઠી ગયા હતા અને સિંહોને શિકાર કરતાં જોઇ રહ્યા હતા અને વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ કેટલાક લોકો દ્વારા સિંહોને દૂર ખસેડવાની પ્રયાસ કર્યો હતો. એક સાથે 6 જેટલા સિંહો પરિવાર આવી ચડતા ગ્રામજનો પણ ફફડી ઉઠ્યા હતા

વનવિભાગ દ્વારા રેવન્યુ વિસ્તારમાં રહેતા સિંહો માટે શિકાર અથવા ખોરાકની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં રેઢિયાર અને ખેડૂતોના પશુના શિકાર વધી રહ્યા છે. આ પ્રકારની ઘટના હવે અમરેલી જિલ્લામાં સતત વધી રહી છે, પરંતુ રાજ્ય સરકાર અને વનવિભાગ દ્વારા હજુ સુધી કોઈ વિશેષ આયોજન કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...