તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE શિકાર:ખાંભાના નાના બારમણ ગામની બજારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યા, પશુના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ

અમરેલી3 મહિનો પહેલા
  • બજારમાં સિંહ આવી ચડતા પશુઓમાં નાસભાગ મચી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાની ઘટના હવે નવી વાત નથી રહી. તાઉ-તે વાવાઝોડા સમયે સલામત સ્થળે ચાલ્યા ગયેલા સિંહ હવે ફરી એકવાર સિંહ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા લાગ્યા છે. ત્યારે ખાંભા તાલુકાના નાના બારણમ ગામમાં ગતરાત્રિએ ઘૂસી આવેલા સિંહોએ એક પશુનું મારણ કર્યાની ઘટના સામે આવી છે. સિંહના શિકારની સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થતા સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો છે.

અમરેલી જિલ્લામા સૌવથી વધુ ખાંભા,રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટના ગામડામાં સિંહોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. 1 મહિના દરમિયાન સિંહની મુવમેન્ટ ઘણા અંશે ઘટી હતી. પરંતુ હવે ધીમે ધીમે મારણો અને ગામડામાં ઘુસી જવાની ઘટના ફરી સામે આવી રહી છે. ગઈકાલે ખાંભાના નાના બારમણ ગામમા 2 થી વધુ સિંહો ઘુસી આવતા રેઢિયાર પશુઓમાં નાસભાગ મચી હતી. સિંહોની લટારથી 3 પશુઓ નાનકડી બજારમાં જીવ બચાવવા દોડધામ કરી હતી રીતસર અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે અહી 3 પશુ ઓ જીવ બચાવવા ભાગ્યા પાછળ 2 સિંહો શિકાર કરવા માટે ડોટ મૂકી જેમા 1 પશુ નો શિકાર કરવા માટે સિંહ એ છલાંગ લગાવી અને પકડી પાડી શિકાર કર્યો અન્ય પશુ ભાગવામા સફળ રહ્યા હતા.

સિંહ સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં શિકાર કરતા હોય છે. પરંતુ, ગામની બજારમાં ઘૂસી આવેલા સિંહે શિકાર કરતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...