સિંહણ એકલી ફરવા ચાલી:અમરેલીના સાવરકુંડલાના સેંજળ ગામના ખાનગી ફાર્મ હાઉસમાં સિંહણના આંટાફેરા, વીડિયો વાઈરલ

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેના કારણે હાઈવે પર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના દ્રશ્યો સામાન્ય બન્યા છે. એવામાં સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ પાસે આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં રેડિયો કોલર વાળી સિંહણ આંટાફેરા કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જંગલ વિસ્તાર નાનો પડી રહ્યો હોય જંગલ વિસ્તાર નજીકમાં આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ ઘૂસી જાય છે અને ક્યારેક મારણ પણ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાના વીડિયો વાઈરલ થતા રહે છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં રેડિયો કોલર વાળી એક સિંહણ આંટાફેરા કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સેંજળ,વડાળ, આસપાસના ગામડામાં સિંહોનો વસવાટ છે અને વડાળ આસપાસ ગીર ફોરેસ્ટરનું જંગલ પણ આવેલું છે જ્યાં પણ સિંહોનો વસવાટ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...