તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરીમાં સિંહણ:રાજુલાના કાતર ગામમાં પ્રથમવાર સિંહબાળ સાથે સિંહણ ઘૂસી આવી, સિંહબાળ સાથેની લટાર સીસીટીવીમાં કેદ

અમરેલી17 દિવસ પહેલા

અમરેલી જિલ્લામા વધતા જતા સિંહો હવે શિકાર ની શોધ મા રેવન્યુ વિસ્તાર છોડી રાત્રિ ના સમયે ગામડામા ઘૂસે છે. જ્યારે આ પહેલી ઘટના નથી અહીં વાંરવાર આ પ્રકાર ની ઘટના બને છે. જોકે સિંહોને રેવન્યુ વિસ્તારમાં શિકાર નહીં મળતા ગામડા મા ઘૂસે છે અહીં પણ કોઈ પશુ નો શિકાર થયો નહી.

કાતર ગામ નજીક આવેલ ડુંગરાળ વિસ્તારમા તાજેતરમાં સિંહણ દ્વારા 2 બચ્ચાને જન્મ આપ્યો હતો એ સિંહબાળને પણ શિકાર કરવા માટે પ્રથમ વખત સાથે લઈ તેની માતા નીકળી હતી. કાતર ગામમાં સિંહબાળ સાથે લટાર મારવા નીકળેલી સિંહણ અને સિંહબાળ સીસીટીવીમાં કેદ થયા હતા. ગામડામા પહેલી વખત આ નજારો જોવા મળ્યો છે અને સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી માં કેદ થઈ હતી.

ગ્રામ્ય વિસ્તારમાં સિંહબાળ સાથે સિંહણ પ્રથમવાર જોવા મળીસિંહણ મોટાભાગે તેમના સિંહબાળ ને વાડી વિસ્તાર અને ડુંગરાળ જંગલ વિસ્તારમા રાખે છે. ગામ સુધી ખુલ્લામા પ્રથમ વખત આવતા તેમની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કેટલીક વખત સિંહબાળ વિખુટા પડી જવા ની ઘટના પણ સામે આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો