પાંચ સિંહો પર બે આખલા ભારે પડ્યા:અમરેલીમાં આખલાઓનો શિકાર કરવા માટે સિંહે ઘેરાવ કર્યો, આખલાની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું

અમરેલી23 દિવસ પહેલા
  • પાંચ સિંહની ચુંગાલમાંથી છુટવામાં બે આખલાઓ સફળ રહ્લા

ગુજરાતમાં સિંહોની સંખ્યા અમરેલીમાં સૌથી વધારે નોંધાયા બાદ હજુ પણ સિંહોની સંખ્યા વધી રહી છે. ત્યારે રોજબરોજ સિંહોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગઈરાતે અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ-બાબરકોટ ચોકડી નજીક ભૂતનાથ પેટ્રોલપંપમાં 5 સિંહો ઘુસી ગયા રેઢિયાર બે આખલા પંપમાં ઉભા હતા. સિંહોને પ્રથમ પશુ ગાય જેવું લાગ્યું જેના કારણે તેમના દ્વારા ઘેરાવ કર્યો અને શિકાર કરવા માટેની તૈયારીઓ કરી.આખલાઓએ બચવા માટે પ્રતિકાર કરતા સિંહે પારોઠના પગલાં ભર્યા હતા. પાંચ સિંહની વચ્ચેથી બે આખલા આસાનીથી ભાગવામાં સફળ રહ્યા હતા. આખલા અને સિંહની સમગ્ર જંગ પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થઈ હતી.

8 મહિના પહેલા નાગેશ્રીમાં આવી ઘટના બની હતી
8 માસ પહેલા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં સિંહ દ્વારા એક પશુનું મારણ કરવામા આવ્યું હતુ. ત્યારબાદ આખલો ત્યાં પોહચ્યો અને રીતસર સિંહ ઉપર હુમલાનો પ્રયાસ કરી સિંહને દૂર ભગાડતો હતો ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટના સામે આવી છે.

આખલા સિંહથી ડરી ભાગવાના બદલે પ્રતિકાર કરે છે
સિંહોને આખલા પીઠ બતાવતા નથી સામે આવે ત્યારે સામે જ હુમલો કરવા માટે પ્રથમ આગળ ચાલે જેના કારણે સિંહ હુમલો કરવાના બદલે દૂર ખસેડી જવાનું વધારે પસંદ કરે છે. તેવી જ રીતે સિંહ આવે ત્યારે ગાય ભેંસ જેવા પશુ ભાગવાનો પ્રયાસ કરે જેથી સિંહમાં વધુ હિંમત આવે છે અને હુમલો કરે છે જેથી ઘટના બનતી હોય છે

અન્ય સમાચારો પણ છે...