તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિકારની શોધમાં સિંહ:અમરેલીના કાતર ગામમાં વધુ એક વાર શિકારની શોધમાં સિંહ પહોંચ્યો, સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ

અમરેલી2 મહિનો પહેલા

અમરેલી જિલ્લામા સિંહો ની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેની સામે સિંહો ને તેનો પૂરતો ખોરાક મળતો નથી અને ઉનાળા ની ઋતુ મા જમીનો અને ડુંગરાળ વિસ્તાર તડકા ના આકરા તાપ થી ગરમ ધૂપ વધારે હોય છે જેના કારણે મોડી રાતે સિંહો વાડી વિસ્તાર અને ડુંગરાળ વિસ્તાર છોડી ગામડા ની બજારો મા ઘૂસે છે તેવી જ રીતે ગઈ કાલે મોડી રાતે રાજુલા તાલુકા ના કાતર ગામ મા 1 સિંહ આવી ચડ્યો હતો.

અહીં તો અનેક વખત સિંહ આવી જવા ની ઘટના બની ચુકી છે પરંતુ ગતરાત્રિએ અહીં શિકાર ની શોધ મા સિંહ આવી ચડ્યો હતો પરંતુ શિકાર મળ્યો નહિ સિંહ ભૂખ્યો તરસિયો ગામ ની આજુ બાજુ આંટાફેરા કરી અન્ય રેવન્યુ વિસ્તાર તરફ રવાના થયો હતો. સિંહનાદ્રશ્યો કાતર ગામ ના સ્થાનીક દુકાનદાર ના સીસીટીવી કેમેરા મા કેદ થયા હતા જ્યારે અહીં મોડી રાતે ગામ ના રેઢિયાર પશુ પણ બજાર મા રહેતા નથી કેમ કે સિંહ રાત પડે અને આવી જાય છે કેટલીય વખત પશુ ના શિકાર પણ કરે છે.

સામાન્ય રીતે સિંહો જંગલ વિસ્તાર મા રહેતા હતા પરંતુ ખાંભા, રાજુલા, જાફરાબાદના કેટલાક ગામો છે જ્યા મોટાભાગે ગામ આસપાસ જ સિંહો રહે છે પરંતુ શિકાર કરવા માટે ભટકી રહ્યા છે શિકાર ની શોધ મા ઘણીવાર સિંહો આખી રેન્જ ફરી આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો