તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહની લટાર:ધારીના ગોવિંદપુર ગામમાં ઘૂસી આવેલા સિંહે પશુનું મારણ કર્યું, સ્થાનિક લોકોએ હાકલા પડકારા કરી દૂર કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • ગીર જંગલ નજીક આવેલ ગોવિંદપુર ગામમાં સિંહ આવી ચડતા અફરાતફરી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ ઘૂસ્યા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ધારી ગીર જંગલ નજીક આવેલા ગોવિંદપુર ગામમાં સિંહ ઘૂસી જતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં ઘૂસી આવેલા સિંહોએ નાનકડી શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણી હતી. જો કે, ગામલોકોએ હાકલા પડકારા કરતા સિંહ પરત જંગલ વિસ્તાર તરફ જતા રહ્યા હતા.

ધારી ગીર જંગલ નજીક આવેલા ગોવિંદપુર ગામમાં નાનકડી શેરીમાં રહેતા રાજુભાઈ નસીતના ઘર પાસે કાયમી પશુઓ બેસી રહે છે. ગતરાત્રિએ ગામમાં એક સિંહ આવી ચડતા પશુઓમાં દોડધામ મચી હતી. સિંહ ગામની શેરીમાં જ એક પશુનું મારણ કર્યું હતું. રાત્રિના સમયે ગામમાં સિંહ ઘૂસ્યો હોવાની માહિતી લોકોને મળતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. લોકોએ હાકલા પડકારા અને લાઈટ કરી સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો.

બે દિવસ પહેલા ખાંભા વિસ્તારમાં ઘરમાં સિંહ ઘૂસ્યા હતાખાંભા તાલુકાના નિંગાળા ગામમાં પણ બે દિવસ પહેલા ઘૂસી આવેલા સિંહ લોકોના ઘર સુધી પહોંચ્યા હતા. નિંગાળા ગામમાં ઘર અને મકાનની છત સુધી સિંહ પહોંચતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...