સિંહણ યુવક પર તૂટી પડી:મીઠાપુરની સીમમાં માલધારી યુવાન પર સિંહણનો હુમલો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયનો શિકાર કરવા આવેલી સિંહણ યુવક પર તૂટી પડી

ધારીના મીઠાપુરમા એક માલધારી યુવાન સાંજે ગાયો ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. યુવકને અમરેલી સિવીલમા દાખલ કરાયો છે. માલધારી યુવાન પર સિંહણના હુમલાની આ ઘટના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે બની હતી.

અહીનો ભાવેશ અરજણભાઇ માથાસુળીયા (ઉ.વ.20) નામનો યુવાન સવારે પોતાના માલઢોર લઇ સીમમા ચરાવવા માટે ગયો હતો. આ યુવાન સાંજના સમયે સીમમાથી પરત આવી રહ્યો હતો ત્યારે અચાનક એક સિંહણ અહી ગાયનો શિકાર કરવા માટે ધસી આવી હતી.

આ યુવાન ગાયના ધણને હંકારીને જઇ રહ્યો હોય સિંહણે તેના પર પણ હુમલો કરી દીધો હતો. જેના કારણે આ યુવકને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે પ્રથમ સ્થાનિક દવાખાને અને બાદમા વધુ સારવાર માટે અમરેલીની હોસ્પિટલમા રીફર કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...