તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણની પૂરતી સુવિધા:આરાેગ્ય, પરિવહન અને શિક્ષણની પૂરતી સુવિધા ઝંખે છે લીલિયાવાસી

લીલીયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાેકાેને હથેળીમાં ચાંદ બતાવી ચુંટાયેલા નેતાઅાેને પ્રજાની પીડા દેખાતી નથી

ખારાપાટ વિસ્તારમા અાવેલુ લીલીયા પાયાની સુવિધાઅાે ઝંખી રહ્યું છે. અાૈદ્યાેગિક રીતે તાે અા વિસ્તાર પછાત છે જ. અારાેગ્ય, પરિવહન અને શિક્ષણ જેવી સુવિધાઅાે પણ પુરતા પ્રમાણમા નથી. ચુંટણી ટાણે હથેળીમા ચાંદ બતાવતા નેતાઅાે બાદમા લાેકાેની સમસ્યાઅાે સમજવાની પણ દરકાર લેતા નથી.

લીલીયા શહેર લાંબા સમયથી ભુગર્ભ ગટરની ગંભીર સમસ્યાનાે સામનાે કરી રહ્યું છે. અહી માેટાભાગના વિસ્તારમા ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર અાવી જાય છે. શહેરના અેક બે વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારમા અા સ્થિતિ જાેવા મળે છે.

શહેરમા જુદાજુદા વિસ્તારમા કરેાડાેનાે ખર્ચ કરી રસ્તાઅાે તાે બનાવવામા અાવ્યા પરંતુ ટુંકાગાળામા તુટી ગયેલા અા રસ્તાઅાે પર મસમાેટા ખાડાઅાે પડી ગયા છે. તાે કેટલાક સ્થળે ભુગર્ભ ગટરની કુંડીઅાેના ઢાંકણાઅાે તુટી ગયા છે. ભુગર્ભ ગટરની તુટી ગયેલી કુંડીઅાે ગંભીર અકસ્માતને નાેતરૂ અાપી રહી છે.

નથી અારાેગ્ય વિભાગ દ્વારા લીલીયા તાલુકામા પુરતી સુવિધા અપાતી, કે નથી અેસટી તંત્ર દ્વારા અહી પુરતી સુવિધા અપાતી. ખારાેપાટ વિસ્તાર હાેવાની ખેતી પણ બહુ માેટા પ્રમાણમા રાેજગારી અાપતી નથી. જેના કારણે અહીનુ યુવાધન સુરત જેવા શહેરમા વસી વેપાર ધંધાે કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો