તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લીલિયાના લાેકીમા યુવતીનું ગળું દબાવી રૂમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીના પરિવારના સભ્યાેને મારી નાખવાની ધમકી પણ અાપી

લીલીયાના લોકી ગામે બે માસ પહેલાં યુવતીનું ગળું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના જ્યારે યુવતી સગર્ભા બનતા બહાર આવી હતી. લીલીયાના લાેકીમા રહેતી 19 વર્ષીય યુવતીનું અરવિંદ ઉર્ફે ભગત વાઘેલા નામના શખ્સે ગળુ દબાવી રૂમમા લઇ ગયાે હતાે. અને મારી નાખવાની ધમકી અાપી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

અા શખ્સે યુવતીને કાેઇને જાણ કરીશ તાે તારા પરિવારના સભ્યાેને પતાવી દઇશ તેવી પણ ધમકી અાપી હતી. યુવતીને પેટમા દુખાવાે ઉપડતા ખાનગી હાેસ્પિટલમા સારવાર લેવા જતા તબીબે તેને ગર્ભ હાેવાનુ જણાવ્યું હતુ. જેથી યુવતીઅે સઘળી હકિકત પરિવારના સભ્યાેને કહી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ પી.બી.ચાવડા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...