કોરોના મહામારી:વેકસિનના બંને ડોઝ લેનારા લીલિયાના અંટાળિયાના આધેડનું કોરોનાથી મોત

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં વધુ 7 પોઝીટીવ કેસ જેમાંથી 6 અમરેલી શહેરમાં

અમરેલી પંથકમા કોરોનાની નવી લહેરે તેનુ ઘાતક સ્વરૂપ દેખાડવાનુ શરૂ કરી દીધુ છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામના આધેડનુ આજે કોરોનાથી મોત થયુ હતુ. જયારે બીજી તરફ જિલ્લામા કોરોનાના વધુ 7 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. અહીં રહેતા ભરતભાઇ અમુભાઇ જોષી (ઉ.વ.49) નામના આધેડને ચાર દિવસ પહેલા કોરોનાના નિદાન સાથે સારવાર માટે પ્રથમ અમરેલીની ખાનગીહોસ્પિટલમા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન આજે તેમનુ મોત થયુ હતુ.

મૃત્યુ પામનાર ભરતભાઇએએ વેકસીનના બંને ડોઝ લીધા હતા. છતા તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો . એટલુ જ નહી તેમનુ મોત થયુ હતુ. જે કોરોનાની નવી લહેર કેવી હોય શકે છે તેનો અંદેનો આપે છે.બીજી તરફ અમરેલી જિલ્લામા કોરોનાના કેસ કુદકેને ભુસકે વધવાનુ શરૂ થયુ છે. ગઇકાલે અહીના વૃધ્ધાશ્રમના ત્રણ વડિલોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે જિલ્લામા વધુ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

જે પૈકી માત્ર અમરેલી શહેરમા જ 6 કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ લાઠી રોડ અને ચિતલ રોડ પર આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવી લહેર શરૂ થયા બાદ જિલ્લામા અત્યાર સુધીમા 28 પેાઝીટીવ કેસ નોંધાયા ચુકયા છે. જે પૈકી 1 કેસમા ઓમીક્રોન હોવાની પુષ્ટિ થઇ છે. જયારે બાકીના કેસો ઓમીક્રોન છે કે કેમ તેના રીપોર્ટ હજુ આવ્યા નથી.

ઊનામાં એક સાથે 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
મંગળવારે ગીરગઢડા તાલુકાનાં કાકડીમોલી તેમજ નાળીયેળીમોલી ગામની શાળાનાં બે શિક્ષકોને કોરોના પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ સુધી બંધ કરવા આદેશ કર્યો છે. ત્યારે આજે ઊના શહેરમાં એકસાથે એક જ ઘરના ચાર વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...