કોરોનાને હળવાશથી ન લો:વેક્સિનના બંને ડોઝ લેનારા લીલિયાના અંટાળિયાના આધેડનું કોરોનાથી મોત, મૃતકને ફેફસાની બીમારી અગાઉથી હતી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
  • અમરેલી જિલ્લામાં વધુ 7 પોઝિટિવ કેસ જેમાંથી 6 અમરેલી શહેરમાં

અમરેલી પંથકમા કોરોનાની નવી લહેરે તેનુ ઘાતક સ્વરૂપ દેખાડવાનુ શરૂ કરી દીધુ છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામના આધેડનુ આજે કોરોનાથી મોત થયુ હતુ. જયારે બીજી તરફ જિલ્લામા કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. અહીં રહેતા ભરતભાઇ અમુભાઇ જોષી (ઉ.વ.49) નામના આધેડને ચાર દિવસ પહેલા કોરોનાના નિદાન સાથે સારવાર માટે પ્રથમ અમરેલીની ખાનગીહોસ્પિટલમા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન આજે તેમનુ મોત થયુ હતુ. જોકે, મૃતકને ફેફસાની બીમારી અગાઉથી હતી. જેના કારણે પણ અવસાન થયું હોઇ શકે છે.

મૃતકને ફેફસાની બીમારી અગાઉથી હતી
દિવ્ય ભાસ્કર દ્વારા મૃતકના ભાઈ બટુકભાઈ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે, કોરોના પોઝિટિવ આવતાં પ્રથમ તેમને અમરેલી હોસ્પિટલમાં 5 દિવસ રાખ્યા હતા. ત્યારબાદ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં રાખ્યા હતા. 8 મહિના પહેલા વેક્સિનના બંને ડોઝ પણ લીધા હતા. જોકે, તેમને ફેફસાની બીમારી અગાઉથી હતી. જેના કારણે પણ અવસાન થયું હોય. અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેમની રાજકોટમાં અંતિમ વિધિ કરી છે. જેમનું બેસણું પણ ટેલીફોનિક રાખ્યું છે, જેથી અન્ય લોકો સંક્રમિત ન થાય. અમે સંપૂર્ણ પણે તકેદારી રાખીએ છીએ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જિલ્લામા વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા
​​​​​​​બીજી તરફ અમરેલી જિલ્લામા કોરોનાના કેસ કુદકેને ભુસકે વધવાનુ શરૂ થયુ છે. ગઇકાલે અહીના વૃધ્ધાશ્રમના ત્રણ વડિલોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે જિલ્લામા વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી માત્ર અમરેલી શહેરમા જ 6 કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ લાઠી રોડ અને ચિતલ રોડ પર આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવી લહેર શરૂ થયા બાદ જિલ્લામા અત્યાર સુધીમા 28 પેાઝીટીવ કેસ નોંધાયા ચુકયા છે. જે પૈકી 1 કેસમા ઓમીક્રોન હોવાની પુષ્ટિ થઇ છે. જયારે બાકીના કેસો ઓમીક્રોન છે કે કેમ તેના રીપોર્ટ હજુ આવ્યા નથી.

જિલ્લામાં કોરોના કેસના આંકડાંમાં તફાવત​​​​​​​
​​​​​​​અમરેલી જિલ્લામાં કોરોના કેસના આંકડાંમાં તફાવત જોવા મળે છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને ગાંધીનગરથી આવતાં આંકડાં અલગ અલગ જોવા મળે છે. અમરેલી આરોગ્ય વિભાગના ઓફિસર એ.કે.સિંગે જણાવ્યું હતુ કે, અત્યાર સુધી જિલ્લામાં કુલ 9 કેસ પોઝિટિવ છે. જ્યારે ગાંધીનગર સ્ટેટ પ્રેસનોટમાં 16 કોરોના કેસ બતાવે છે. આ વચ્ચે લોકોમાં અસમંચતા ફેલાઇ છે સરકાર સાચી કે અમરેલી આરોગ્ય વિભાગના એ.કે.સિંગ સાચા?

અમરેલી આરોગ્ય વિભાગ અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ
આ પ્રકારની ભૂલો આજે નહીં પણ જ્યારથી કોરોના આવ્યો ત્યારથી થઇ રહી છે. અમરેલી આરોગ્ય વિભાગ અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. અમરેલીમાં જેની જવાબદારી છે તેવા ઓફિસરો પાસે પુરી માહિતી હોતી નથી, જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે અમરેલી પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાયો ત્યારે સરકારની પ્રેસનોટમાં જાહેર થયો, પરંતુ અમરેલી હેલ્થ વિભાગે બીજા દિવસે સાંસદ સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે સ્વીકાર કર્યો.
​​​​
ઊનામાં એક સાથે 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મંગળવારે ગીરગઢડા તાલુકાનાં કાકડીમોલી તેમજ નાળીયેળીમોલી ગામની શાળાનાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતાં શાળા સાત દિવસ સુધી બંધ કરવા આદેશ કર્યો છે. ત્યારે આજે ઊના શહેરમાં એકસાથે એક જ ઘરના ચાર વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...