આવક:લીલિયા પોલીસની હરરાજીમાં 23 બાઇકના 1.51 લાખ ઉપજ્યા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે ડિટેઇન કરેલા બાઇક કાેઇ છાેડાવતંુ ન હાેય હરરાજી કરાઇ

લીલીયા પાેલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનાે લાંબા સમયથી પડતર હાેય અાજે પાેલીસ દ્વારા અા વાહનાેની હરરાજી કરાઇ હતી. જેમા 23 માેટર સાયકલના રૂપિયા 1.51 લાખ ઉપજયાં હતા. અા હરરાજી લીલીયા પાેલીસ સ્ટેશન ખાતે કરવામા અાવી હતી. અહી પાેલીસ દ્વારા પાછલા સમયગાળા દરમિયાન જે વાહનાે ડિટેઇન કરવામા અાવ્યા હતા. તે પૈકી 23 માેટર સાયકલ અેવા હતા કે જેને તેના માલિકાે છાેડાવવા માટે અાવ્યા ન હતા.

થાેડા સમય પહેલા પાેલીસે વાહન માલિકાેને તેમના વાહનાે લઇ જવા તાકિદ પણ કરી હતી છતા કેાઇ વાહન લેવા ન અાવતા રેંજ અાઇજીની સુચના મુજબ લીલીયાના પીઅેસઅાઇ પી.બી.લક્કડે તાલુકા અેકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસેથી હરરાજી કરવાનાે હુકમ મેળવ્યાે હતાે. અાજે ડીવાયઅેસપી જગદીશસિંહ ભંડારીની ઉપસ્થિતિમા લીલીયા પાેલીસ સ્ટેશન ખાતે હરરાજી ગાેઠવવામા અાવતા 28 વેપારીઅાે હાજર રહ્યાં હતા. અને 23 માેટર સાયકલના કુલ રૂપિયા 1.51 લાખની રકમ હરરાજીમા ઉપજી હતી.

અન્ય સમાચારો પણ છે...