મેઘમહેર:અમરેલી, સાવરકુંડલા પંથકમાં હળવા ઝાપટાં, બપોરબાદ વાદળછાયું વાતાવરણ પણ વરસાદ ન વરસ્યો

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લામા આમ તો મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ આજે બપોરબાદ વરસાદી વાદળો નજરે પડયા હતા અને અમરેલી તથા સાવરકુંડલા પંથકમા હળવો વરસાદ પડયો હતો. અમરેલીમા બપોરબાદ આકાશમા વરસાદી વાદળોની હડીયાપાટી જોવા મળી હતી. શ્રાવણી સરવડા વરસતા હોય તેમ અવારનવાર હળવો વરસાદ વરસ્યો હતો.

બે ત્રણ ઝાપટા એવા વરસ્યા હતા કે માત્ર અડધા શહેરમા જ વરસાદ પડયો હતો. શહેરમા સાંજ સુધીમા જો કે માત્ર 3મીમી વરસાદ જ નોંધાયો હતો. બીજી તરફ સાવરકુંડલા પંથકમા પણ આ જ રીતે શ્રાવણી ઝાપટાઓ વરસ્યા હતા અને અહી સાંજ સુધીમા 6મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમા કોઇ નોંધપાત્ર વરસાદ પડયો ન હતો. આમ, ધરતીપુત્રો સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...