તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:અમરેલી સ્મશાનોમાં ગુજરાત ગેસ તરફથી આજીવન ફ્રી ગેસ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૈલાસ મુકિતધામ, ગાયત્રી માેક્ષ ધામમાં કનેકશન મંજુર

અમરેલી શહેરના બે મુખ્ય સ્મશાનમા ગુજરાત ગેસ કંપની તરફથી મૃતદેહાેના અંતિમ સંસ્કાર માટે અાજીવન વિનામુલ્યે ગેસ પુરાે પાડવાનાે નિર્ણય લેવામા અાવ્યાે છે. અાજે બંને સ્મશાનમા કનેકશન અપાયુ હતુ. અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણીઅે જણાવ્યું હતુ કે કેરીયારાેડ સ્થિત કૈલાસ મુકિતધામ અને ઠેબી નદીના કાંઠે ગાયત્રી માેક્ષધામમા ગુજરાત ગેસ કંપની તરફથી ગેસ અાધારિત સ્મશાન ભઠ્ઠી માટે અાજીવન ગેસ વિનામુલ્યે અાપવાનાે નિર્ણય કરાયાે છે.

અા બંને સ્મશાનમા ગેસ ભઠ્ઠીમા ગમે તેટલાે ગેસ વપરાય તાે તે અા કંપની તરફથી અાપવામા અાવશે. ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, ટાઉન પ્લાનીંગ ચેરમેન બ્રિજેશભાઇ કુરુંદલે, દંડક ચિરાગભાઇ ચાવડા અને ચીફ અાેફિસર અેલ.જી.હુણ દ્વારા અાજે અા કંપનીને ગેસ કનેકશન અને મીટર ચાર્જીસના ચેક અર્પણ કરવામા અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...