કામગીરી ઠપ્પ:વડીયા, કુંકાવાવમાં આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડની કામગીરી ઠપ્પ

વડીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીના કર્મીઓને પગાર ન ચુકવતા કામગીરી બંધ હોઇ લોકોને ધક્કા
  • ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી

વડીયા અને કુંકાવાવમા આયુષ્યમાન કાર્ડ તેમજ આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. જેને પગલે લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. કોન્ટ્રાકટ રાખતી એજન્સીએ કર્મીઓને પગારની ચુકવણી કરી ન હોવાથી આ કામગીરી ઠપ્પ કરી દેવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ પ્રશ્ને ધારાસભ્યને પણ રજુઆત કરવામા આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા યોજના અમલી છે. જો કે વડીયા અને કુંકાવાવમા આ કામગીરી બંધ કરાતા લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. કુંકાવાવમા તો આયુષ્યમાન કાર્ડ તેમજ આધારકાર્ડની કામગીરી એમ બંને બંધ છે. જેના કારણે લોકો પરેશાની વેઠી રહ્યાં છે. ધોમધખતા તાપમા લોકોને ધક્કા ખાવા પડી રહ્યાં છે.

અહીં કોન્ટ્રાકટ રાખતી એજન્સીએ પોતાના કર્મીઓને આ કામગીરીમા ગોઠવ્યા હતા. પરંતુ એજન્સી દ્વારા કર્મીઓને ત્રણ ચાર માસથી પગાર ચુકવાયો ન હોય કામગીરી બંધ કરી દેવામા આવી છે. આ પ્રશ્ને ધારાસભ્ય તેમજ કલેકટરને આ કામગીરી તાકિદે શરૂ કરવામા આવે તેવી રજુઆત પણ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...