અમરેલી જિલ્લાનુ શિયાળબેટ ગામ એક ટાપુ છે. અને અહી મોટા પ્રમાણમા માછીમારોની વસતિ છે. અહી મતદાન માટે વહિવટી તંત્રને અન્ય બુથ કરતા વિશેષ વ્યવસ્થા કરવી પડે છે. આજે ચુંટણી ફરજમા મોકલાયેલા કર્મચારીઓને ચુંટણીલક્ષી જરૂરી સાધન સામગ્રી ઉપરાંત લાઇફ જેકેટ સાથે બોટ મારફત આ ટાપુ પર પહોંચાડાયા હતા.
શિયાળબેટ ટાપુ પર ચુંટણી પ્રક્રિયા યોજવી વહિવટી તંત્ર માટે પણ એક મોટી વ્યવસ્થા માંગી લેતો મુદો છે. અહી મતદાર યાદીની સુધારણાનુ કામ હોય કે મતદાર સ્લીપની વહેંચણીનુ કામ કે ત્યારબાદ બુથ ઉભા કરી મતદાન યોજવાનુ અને અંતે ઇવીએમ તથા મતદાનની જરૂરી સામગ્રીને પરત સ્ટ્રોંગરૂમ સુધી પરત પહોંચાડવાનુ કામ જટીલ છે. કારણ કે અન્ય બુથ પર જવા માટે એસટી બસ કે અન્ય વાહનોની મદદ લેવાય છે. પરંતુ આ બુથ પર જવા માટે આ વાહનો ઉપરાંત બોટમા પણ સફર કરવી પડે છે.
શિયાળબેટ ટાપુ પર ચુંટણી તંત્ર દ્વારા જુદાજુદા 5 બુથ ઉભા કરવામા આવ્યા છે. આ પાંચ બુથ પર મતદાન પ્રક્રિયા કરાવવાની ફરજ બજાવનારા 25 કર્મચારીઓને આજે એક દિવસ અગાઉ જ બુથ પર પહોંચાડી દેવાયા હતા. આ કર્મચારીઓને લાઇફ જેકેટ સાથે દરિયાઇ માર્ગે બોટમા સફર કરી ટાપુ પર પહોંચાડાયા હતા. એટલુ જ નહી આવતીકાલે અહી મતદાન પુર્ણ થયા બાદ તેમને પરત રીસીવીંગ સેન્ટર પર પહોંચાડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.