તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો હુકમ:રાજુલામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં યુવકને આજીવન કેદ

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સગીરાને 15 લાખનુ વળતર ચૂકવવા પણ કાેર્ટનાે હુકમ

રાજુલા તાલુકાના કડિયાળી ગામના શખ્સે ચાર વર્ષ પહેલા એક સગીરાને ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચર્યાના કેસમા અહીની કાેર્ટે આરાેપીને આજીવન કેદની સજા તથા સવા લાખનાે દંડ ફટકાર્યાે હતાે. અને સગીરાને વળતર પેટે રૂપિયા 15 લાખ આપવા પણ હુકમ કર્યાે છે.

દુષ્કર્મ કેસમા આરાેપીને આજીવન કેદની સજા રાજુલાની એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અને સ્પેશ્યલ કાેર્ટે કરી છે. રાજુલા તાલુકાના કડિયાળી ગામનાે શાહરૂખ ઉમરખા બ્લાેચ નામનાે શખ્સ ચાર વર્ષ પહેલા વર્ષ 2017મા અહીની એક સગીરાને લલચાવીને ભગાડી ગયાે હતાે. અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. જે અંગે જે તે સમયે તેની સામે પાેલીસ ફરિયાદ નાેંધાયા બાદ આ અંગેનાે કેસ રાજુલા કાેર્ટમા ચાલી ગયાે હતાે.

અહીના જિલ્લા મદદનીશ સરકારી વકિલ બી.એમ.શિયાળની દલીલ માન્ય રાખી જજ એસ.પી.ભટ્ટે આરાેપી શાહરૂખ બ્લાેચને સગીરા પર દુષ્કર્મના કેસમા આજીવન કેદની સજા અને એક લાખનાે દંડ તથા પાેકસાેના ગુનામા પણ આજીવન કેદની સજા અને 25 હજારનાે દંડ સહિતની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભાેગ બનનાર સગીરાને સામાજીક મહામારીનાે સામનાે કરવાે પડે તેમ હાેય રૂપિયા 15 લાખનુ વળતર ચુકવવા અને દંડની રકમમાથી રૂપિયા 50 હજાર સગીરાને ચુકવવા હુકમ કર્યાે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો