સજા ફટકારી:સગર્ભા મહિલા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારનાર શખ્સને આજીવન કેદ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતિય શખ્સને અદાલતે એક લાખનો દંડ પણ ફટકાર્યો

લાઠી તાલુકાના લુવરિયા ગામે રહી પતિ સાથે ભાગવી ખેતીનું કામ સંભાળતી પરપ્રાંતિય સગર્ભા મહિલા પર ત્રણ વર્ષ પહેલા એક શખ્સે છરીની અણીએ દુષ્કર્મ આચર્યાની ઘટનામાં અદાલતે આ શખ્સને આજીવન કેદની સજા ફટકારી છે.અહીંની અદાલતે આજે મૂળ મધ્ય પ્રદેશના વતની અને લાઠીમાં ભાગવી ખેતી કરતા રાજુ નગરસિંગ વાસ્કેલા નામના શખ્સને આ સજા ફટકારી હતી. ત્રણ વર્ષ પહેલા તારીખ 15/ 8 /2019ના રોજ રાત્રિના સમયે આ શખ્સ લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં છરી જેવા હથિયાર સાથે ઘસી ગયો હતો.

અને અહીં ભાગવી ખેતીનું કામ સંભાળતા મૂળ મધ્ય પ્રદેશના યુવકની સગર્ભા પત્ની પર દુષ્કરમાં આચર્યું હતું. રાજુ છરી બતાવી આ મહિલાને વાડીની બાજુમાં આવેલી બાવળની કાંટમાં લઈ ગયો હતો અને ત્યાં આ કૃત્ય આચર્યું હતું. જે અંગે જે તે સમયે પરિણીતાએ લાઠી પોલીસ મથક ખાતે દોડી જઈ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે સમયે જ તેની ધરપકડ કરી હતી. બાદ આજે અદાલતમાં તેને સજા સંભળાવાઇ હતી.

ફરીયાદ પક્ષના વકીલ જે.બી રાજગોરની દલીલ અદાલતે માન્ય રાખી આરોપી રાજુ વાસ્કેલાને દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવ્યો હતો. અદાલતે આ શખ્સને સગર્ભા પર દુષ્કર્મ આચરવા સબબ આજીવન કેદની સજા ફટકારી હતી. એટલું જ નહીં આ શખ્સને રૂપિયા એક લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપીને અદાલતે ધમકી દેવાના કેસમાં સાત વર્ષની કેદ ફટકારી રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...