એસટી નિગમે અમરેલી એસટી ડિવીઝનને 216 નવા કંડકટરની ફાળવણી કરી હતી. અત્યાર સુધીમાં 123 કંડકટરને અમરેલી એસટીએ નિમણૂંક પત્ર એનાયક કર્યા હતા. આગામી દિવસોમાં હજુ 62 કંટકટર નવા ભરવામાં આવશે.
અમરેલી એસટી ડિવીઝનના વહિવટી અધિકારી અંસારીભાઈએ જણાવ્યું હતું કે નિગમ દ્વારા 216 કંડક્ટરની ફાળવણી કરવામાં આવી છે. 154 કંડકટરે અમરેલી ડિવીઝનની પસંદગી કરી હતી. અહી પ્રથમ રાઉન્ડમાં 46 અને બીજા રાઉન્ડમાં અત્યાર સુધીમાં 77 મળી કુલ 123 કંડકટર હાજર થયા છે. આ તમામને અમરેલી, રાજુલા, બગસરા, સાવરકુંડલા, ઉના, કોડિનાર અને ધારી ડેપોમાં ફરજ સોંપવામાં આવી છે.
આગામી દિવસોમાં હજુ 62 કંડકટરની અમરેલી એસટી ડિવીઝનમાં ભરતી કરાશે. સાથે સાથે 99 જેટલા કંડકટરની અમરેલી એસટી ડિવીઝનમાંથી અન્ય ડિવીઝનમાં વતનનો લાભ આપી બદલી થશે. અત્યાર સુધીમા અમરેલી એસટીમાં 123 કંડકટરની નિમણૂંક અપાઈ છે.
હજુ પણ STમાં 10 ટકા કન્ડક્ટરની ઘટ
અમરેલી એસટીના 7 ડેપોમાં 744 કંડકટરનું મહેકમ છે. પરંતુ આગામી દિવસોમાં 99 જેટલા કંડકટરને વતનનો લાભ આપી બદલી કરાશે. અત્યારે 667 કંડકટર એસટી વિભાગના ચોપડે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે નવી ભરતી બાદ પણ અમરેલી એસટીમાં 10 ટકા કંડકટરની ઘટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.