કામગીરી:અમરેલીમાં દીપડાની વસ્તીમાં વધારો, જેશીંગપરામાંથી દીપડો પાંજરે પુરાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાના સતત આંટાફેરાથી ખેડૂતોમાં હતો ફફડાટ : કેનાલના નાળામાં છુપાતા સપડાઇ ગયો

અમરેલી આસપાસ દીપડાની વસતિ વધી રહી છે અને અવારનવાર શહેરમા પણ દીપડો ધસી આવે છે. જેશીંગપરાની સીમમા આજે કેનાલના નાળામા દીપડો છુપાતા વનવિભાગે તેને પાંજરામા કેદ કર્યો હતો. હાલમા સીમમા ખેડૂતોને ખેતીકામ ચાલી રહ્યું છે. તેવા સમયે જ અમરેલી પંથકમા આંટા મારતા દીપડાથી ફફડાટ ફેલાયો હતો. દરમિયાન રંગપુર રોડ પર શ્યામવાડી નજીક કેનાલના નાળામા આજે એક દીપડાને ઘુસતા ખેડૂતે જોયો હતો. જેને પગલે વનવિભાગને જાણ કરવામા આવી હતી.

આરએફઓ ગલાણીની સુચનાથી રાઉન્ડ ફોરેસ્ટર કે.પી.રામાણી, ટ્રેકર પ્રફુલભાઇ મહેતા, રૂપેશભાઇ રાઠોડ વિગેરે અહી દોડી ગયા હતા. અહી દીપડાને સપડાવવા નાળાને બંને બાજુથી પેક કરાયુ હતુ. અને બપોરના સમયે દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરાઇ હતી. આખરે રાત પડતા સુધીમા આ દીપડો પાંજરામા આવી ગયો હતો. દીપડાને હાલમા ક્રાંકચ ખાતે આવેલા એનીમલ કેર સેન્ટરમા ખસેડવામા આવ્યો હતો. ત્યારબાદ આ દીપડાને મહદઅંશે જંગલ વિસ્તારમા મુકત કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...