અકસ્માત:અમરેલીના ઓળીયા નજીક અજાણ્યા વાહનની હડફેટે દીપડાનું મોત, રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત થયો હોવાનું વનવિભાગનું અનુમાન

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં દીપડાનું મોત - Divya Bhaskar
અકસ્માતમાં દીપડાનું મોત
  • મોટા ટ્રક જેવા વાહનની અડફેટે મોત થયું હોવાની આશંકા

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઓળીયા ગામ નજીક આજે વહેલી સવારે દીપડાનું અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. સવારે રોડ ક્રોસ કરવા જતી વખતે અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હોવાનું વનવિભાગે આશંકા વ્યક્ત કરી છે. હાલ તો વનવિભાગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દીપડાના મોતને લઈને વનવિભાગે તપાસ હાથ ધરી
ઘટનાની વિગત અનુસાર સાવરકુંડલાના ઓળીયા નજીક આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દીપડાનું મોત અજાણ્યા વાહનની હડફેટે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વાહનચાલકની શોધખોળ કરવા માટે વનવિભાગે કવાયત હાથ ધરી
સાવરકુંડલાના વનવિભાગે જણાવ્યું હતું કે ટ્રક જેવા મોટા વાહનની અડફેટે દીપડાનું મોત થયું હોય શકે છે. જેથી અજાણ્યા વાહનચાલકને શોધવા માટે વનવિભાગે કવાયત હાથ ધરી છે. આ સાથે જ વનવિભાગે દીપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.