તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી દોડ:ધારીમાં ચાલુ કાર આગળ અચાનક જ દીપડાએ પૂરપાટ ઝડપે જોખમી રીતે રોડ ક્રોસ કર્યો, ચાલકે બ્રેક મારતા બચી ગયો, ઘટના CCTVમાં કેદ

અમરેલી9 મહિનો પહેલા
ધારીમાં કાર આગળથી દીપડો જોખમી રીતે પસાર થતો CCTVમાં કેદ થયો. - Divya Bhaskar
ધારીમાં કાર આગળથી દીપડો જોખમી રીતે પસાર થતો CCTVમાં કેદ થયો.
  • ધારી પંથકમાં અવારનવાર દીપડાઓ આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ

ધારીની નતાળીયા નદીના પુલ નજીક ગત મોડી રાતે રસ્તા પર એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર આગળથી દીપડો પૂરપાટ ઝડપે પસાર થતા કારચાલકના હોંશ ઉડી ગયા અને બ્રેક મારી દીધી હતી. જો કે આ ઘટનામાં દીપડો સહી સલામત રીતે રસ્તો ક્રોસ કરી ગયો હતો. કારની સ્પીડ ધીમી હોવાને કારણે દીપડો બચી ગયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ છે.

કારની સ્પીડ ધીમી હોવાથી દીપડો બચી ગયો.
કારની સ્પીડ ધીમી હોવાથી દીપડો બચી ગયો.

ઓચિંતો દીપડો કાર આગળથી નીકળતા ચાલક પણ ગભરાય ગયો હતો
દીપડો ઓચિંતો કારની આગળથી નીકળતા ચાલક પણ ગભરાય ગયો હતો. જો કે, કારચાલકે સમયસુચકતા વાપરી બ્રેક મારી દેતા દીપડો બચી ગયો હતો. ગીર જંગલમાંથી હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં હવે રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. ધારી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાઓ ધારીની બજાર સુધી આંટાફેરા કરતા નજરે પડે છે.

દીપડાએ કૂદકો માર્યો
દીપડાએ કૂદકો માર્યો

2 દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં વાહન અડફેટે એક દીપડાનું મોત થયું હતું
દીપડાઓ રસ્તા પર જોખમી રીતે પસાર થઈ રહ્યાં છે. રસ્તા પર પૂરપાટ ઝડપે ચાલતા વાહનોને કારણે દીપડા પર જોખમ ઉભું થયું છે. બે દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં અજાણ્યા વાહનચાલકને અડફેટે એક દીપડો આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

(જયદેવ વરૂ, અમરેલી/અરૂણ વેગડા, ધારી)

અન્ય સમાચારો પણ છે...