તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવારણ લાવવા માંગ:તાઉ-તે વાવાજોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં સરકારી સહાયમાં આવતી ક્ષતિઓ દૂર કરવા અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના અગ્રણીઓએ CM રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી

અમરેલી જિલ્લામા આવેલા તાઉ-તે વાવાજોડાના કારણે ખુબ જ નુકસાન થયું છે. જ્યારે રાજ્ય સરકારે વિવિધ યોજનાને લઈ કરોડો રૃપિયાનુ પેકેજ આપ્યુ હતુ. જોકે, રાજુલા-જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં સર્વે થયા બાદ કેટલાક ફોર્મ અને બેંક એકાઉન્ટમા ક્ષતીઓની સતત ફરિયાદો અને રજૂઆતો આવતા કેટલાક લોકોને સહાયના ફોર્મ ભર્યા બાદ હજુ સહાય મળી નથી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રુબરુ મળીને અગ્રણીઓએ રજૂઆત કરી હતી.

સહાયના ફોર્મ ભર્યા બાદ હજુ સહાય ન મળતાં રાજુલા-જાફરાબાદ ભાજપના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, મહેશ કસવાળા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખો સહિત અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ આ વિસ્તારની રજૂઆતો કરી છે. જ્યારે મુખ્યમંત્રી સમસ્યાનું સત્વરે નિવારણ લાવવા ખાત્રી આપી હતી અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દેવાઇ છે.

સહાય મળી છે પરંતુ કેટલીક ક્ષતિઓ હતી તે બાબતે રજૂઆતો કરી છે: પૂર્વ ધારાસભ્ય
આ અંગે રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારે ખૂબ સહાય આપી છે. પણ કેટલીક બેંન્ક સહિત ફોમમાં ક્ષતિઓ હતી જેના કારણે લોકો હેરાન થતા હતા અને જે ફોર્મ ભરાયા છે તેમાં કેટલાક લોકોને સહાય બાકી છે. ઝડપથી સહાય મળે તે બાબતે મારા વિસ્તારના આગેવાનો સાથે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ આખા વિસ્તારની માહિતી મેળવી સત્વરે સમસ્યાનું નિવારણ લાવવા ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...