રાજય સરકાર ભલે કોરોના ગાઈડ લાઈનના બણગા ફૂંકે પરંતુ તેમના જ ભાજપ નેતા ઓ કાર્યકરો માસ્ક પેહરવા તૈયાર નથી અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ નેતાઓ સામે લાચાર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે ફરી અમરેલી જિલ્લામાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
અમરેલી જિલ્લામાં ભાજપ બક્ષીપંચના મોરચાની ધારી ગીરમાં આવેલા દુધાળા નજીક એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ જિલા ઇન્ચાર્જ નેતાઓ અને કેટલાક પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાભરના તાલુકા મથકના પ્રમુખ સહિત હોદેદારો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠન ને લઈ માર્ગદર્શન સૂચના આપી હતી. પરંતુ, આ બેઠકમાં નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક વગર જ જોવા મળ્યા હતા.
રાજકીય આગેવાનો નિયનો ન પાળતા હોવાને કારણે મીડિયાથી દૂર રહી કાર્યકમ શરૂહાલ સમગ્ર જિલામાં કોરોના ગાઈડ લાઈન નું પાલન વધુ થાય તે માટે મીડિયા સતત પ્રયાસ કરે છે. પરંતુ રાજકીય નેતાઓને નિયમો પાળવા નથી જેના કારણે વધુ પડતા કાર્યક્રમમાં મીડિયાને જાણ હવે નથી કરાતી અને બને ત્યાં સુધી દૂર રાખવા વધુ પ્રયાસ કરે છે. નેતાઓની સતત પોલ ખુલતી હોવાને કારણે મીડિયા કર્મીઓને દૂર રખાતા હોવાની ચર્ચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.