દારૂ ઝડપાયો:અમરેલીના ટીંબલા ગામમાંથી 251 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર LCBએ ઝડપી પાડી, બુટલેગર ફરાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 52,260ની કિંમતનો દારૂ તેમજ કારના 1,50,000 મળી કુલ રૂપિયા 2,02,260નો મુદામાલ કબ્જો કર્યો
  • બાતમીના આધારે પોલીસે રેડ પાડી દારૂ ઝડપી પાડ્યો

અમરેલી તાલુકાના ટીંબલા ગામમાંથી 251 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર LCBએ ઝડપી પાડી હતી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ સાથેની કુલ રૂપિયા 52,260ની કિંમતની 251 નંગ બોટલ તથા કારના 1,50,000 મળી કુલ રૂપિયા 2,02,260નો મુદામાલ કબ્જો કર્યો હતો.

અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દિવાળી તહેવારને લઈ સર્તક બન્યું છે અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી ન થાય તે માટે વોચ રાખી રહી છે. ત્યારે અમરેલી તાલુકામાં આવેલા ટીંબલા ગામમાં દારૂની હેરાફેરી કરવાના ઇરાદે કારમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં હોવાની હકીકત મળતા એલસીબી ટીમ ત્રાટકી હતી. ગામના રહીશ અજય કસુભાઈ વાળા પોતાની કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી અને કાર સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી હાજર ન હોવાને કારણે પોલીસને કાર અને દારૂ જ મળ્યો છે. દારૂ સહિત મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી ટીમ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનને આ મુદ્દામાલ સોંપી દેવામાં આવ્યો છે.

આ બનાવ સ્થળેથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ સાથેની કુલ રૂપિયા 52,260ની કિંમતની 251 નંગ બોટલ તથા કારના 1,50,000 મળી કુલ રૂપિયા 2,02,260નો મુદામાલ કબ્જો કર્યો હતો.

અમરેલી તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઇ..!અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ભરેલી કાર પડી હતી. ત્યારે અમરેલી SPની ટીમે રેડ કરી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. ત્યારે અમરેલી તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી ગઈ તો તાલુકા પોલીસને કેમ ન મળી? તેને લઈ પણ સવાલો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...