તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અમરેલીના વૃંદાવન પાર્કમાં LCBનો દરોડો: 5 શખ્સ જુગાર રમતા ઝડપાયા

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોકડ, બાઇક અને 5 મોબાઇલ સહિત રૂ. 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે

અમરેલીના લાઠી રોડ પર આવેલ વૃંદાવન પાર્ક 3માં એલસીબીએ જીતુ ફુલજીભાઈ પટેલના મકાનમાં ચાલતા જુગરધામ પર દરોડો પાડી 5 શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને બે બાઇક મળી કુલ રૂપિયા 101200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લાઠી રોડ પર એસટી ડિવિઝન પાસે આવેલ વૃંદાવન પાર્કમાં જીતુ ફુલજીભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હતો. જેની જાણ અમરેલી એલસીબીને થતા વૃંદાવન પાર્કમાં આવેલ જીતુ પટેલના રહેણાંકમાં રેઇડ કરી હતી.

અહીંથી જીતુ ઉપરાંત જૈન દેરાસર પાસે રહેતા અશરફભાઇ મહમદભાઇ વાળુકડા, જલારામ સોસાયટીમાં રહેતા પ્રાણજીવન ગોવિંદભાઇ ચાવડાગોર, જડેશ્વરનગરમાં રહેતા નરેશ વલ્લભભાઈ ચાવડા અને બાબરાના ફુલજરમાં રહેતા લખમણ છગનભાઇ રાદડીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા.એલસીબીએ 5 જુગારી પાસેથી રૂપિયા 54200ની રોકડ, રૂપિયા 40000ની બે બાઇક અને રૂપિયા 7000ના પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા 101200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા પાંચેય જુગારી સામે સીટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો