ફરાર કેદી ઝડપાયો:અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થયેલો કાચા કામના કેદીને LCBએ ઝડપી પાડ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસે ઝુંબેશ શરૂ કરી

અમરેલી જિલ્લામાં ગુના આચરી પોતાની કાયદેસર ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડાએ સૂચના અને માર્ગદર્શન આપતા અમરેલી એલસીબી ટીમ સક્રિય થતા એક આરોપી ઝડપી પાડ્યો છે.

અમરેલી જિલ્લામાંથી વચગાળાના જામીન ઉપર છૂટીને ફરાર થયેલા નાસ્તા ફરતા કેદીને રાજુલા બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. ફરાર આરોપી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહિબિશનના કેસના કાચા કામનો કેદી તરીકે હતો અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તારીખ 18-01-2022ના રોજ દિન 60 માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો આ કેદીને તારીખ 20-03-2022ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાના બદલે ફરાર થયો હતો.

પકડાયેલ કેદીકૈલાસભાઈ સોમાભાઈ સોલંકી રે જાફરાબાદ પીપળીકાંઠે હાલ તેની એમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરી જેલ મોકલવા માટે કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ નાસતા ફરતા આ પ્રકારના આરોપીઓની બાતમીના આધારે ધરપડક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...