કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:સાવરકુંડલાના નવાગામમાંથી થયેલી ચોરી મામલે LCBએ 2 શખ્સોને 72 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વણઉકેલાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા SPએ ખાસ ઝુંબેશ શરૂ કરી

અમરેલી પોલીસ દ્વારા ચોરીના વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે LCB દ્વારા સાવરકુંડલાના નવાગામમાંથી 72 હજારના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અગાવ થયેલી ચોરીઓના ભેદ ઉકેલવા બ્રાન્ચ સહિત તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના નવાગામ મોદા રોડ ઉપર આવેલ મંદિરની સામે ઘુસાભાઈ કાનાભાઈ વાણીયા ગામની પાણીની મોટરનો કેબલ વાયરલ 1800 ફૂટ રૂ.70,000નો રાખવામાં આવેલ હતો. તારીખ 27/04/2022 થી 28/04/2022 સુધીમાં કોઈ ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ ઘુસાભાઈએ સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાય હતી ત્યારે અમરેલી એલસીબી ટીમને ચોકસ બાતમી મળતા સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ પાસે વીજપડી રોડ ઉપર બે ઈસમો મારુતિ કાર સાથે ચોરીનો કેબલ વાયર સાથે જતા ઝડપી પાડ્યામાં સફળતા મળી છે.

ઝડપાયેલા આરોપી પ્રવીણ બાધાભાઈ પરમાર રે ગોરડકા,ચીમનભાઈ પાચાભાઈ વાઘેલા રે વિજપડી આ બને સાવરકુંડલા તાલુકાના રહેવાસી પાસેથી કેબલ વાયર 1500 ફૂટ કિંમત 52,500 સાથે મારુતિ કાર કુલ મળી 72,500નો મુદ્દામાલ ઝડપી પાડી સાવરકુંડલા પોલીસ સ્ટેશન ને સોંપી દેવાયા છે. હવે સાવરકુંડલા પોલીસ તેની પૂછપરછ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે જેથી અન્ય કયા કયા પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારના ગુન્હા નોંધાયેલ છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...