નિર્ણય:જિલ્લામાં અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન માટે ખાસ અભિયાન શરૂ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મિટીંગ મળી

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન અંગે બેઠક મળી હતી. જેમાં જિલ્લાભરમાં વધુમાં વધુ કામદારોને શ્રમ કાર્ડ મળી રહે તે માટે ખાસ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેના માટે લેબર અને એમ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. અમરેલી જિલ્લામાં કામદારો અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે મીટીંગ મળી હતી.

જેમાં આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર, શોપ એક્ટ હેઠળ દુકાનદારોના કામદારો, માછીમારો, બાંધકામ વર્કર, સ્વરોજગાર વર્કર, એમ્પ્લોઈડ વર્કર, દુધવાળા, ખેત મજુરો, મધ્યાહન ભોજન, પુરવઠા વિતરણ, મનરેગા વર્કર તેમજ અન્ય કામ સાથે જોડાયેલા હોય પરંતુ ઈન્કમટેક્ષ ન ભરતા હોય અને તેનું પીએફ કપાતું ન હોય તેવા 16 થી 60 વર્ષ સુધીના રજીસ્ટ્રેશન કરાવી શ્રમ કાર્ડ મેળવી શકશે. અમરેલી જિલ્લામાં વધુમાં વધુ લોકોને શ્રમ કાર્ડ મળે તે માટે ખાસ અભિયાન હાથ ધરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. રજીસ્ટ્રેશન કરવા માટે કામદારોએ આધાર નંબર અને મોબાઈલ ફોન ફરજીયાત રજુ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...