પાલિકા દ્વારા આયોજન:જાફરાબાદમાં યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 101 ટીમે ભાગ લીધો, ગત વર્ષે બાઇક ઇનામમાં અપાઇ હતી

જાફરાબાદ નગરપાલિકા દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ અાયાેજન કરાયુ છે. અા ટુર્નામેન્ટમા 101 ટીમે ભાગ લીધાે છે. અા વિસ્તારના યુવા ક્રિકેટરાેને પ્રાેત્સાહિત કરવાના હેતુથી અા અાયાેજન કરાયુ છે. જાફરાબાદમા પાલિકા દ્વારા અાયાેજીત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમા વધુમા વધુ ટીમાે ભાગ લે તે માટે પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સાેલંકી દ્વારા પણ અપીલ કરવામા અાવી હતી.

જેને પગલે અા વિસ્તારની 101 ટીમે અા ટુર્નામેન્ટમા ભાગ લીધાે હતાે. ભુતકાળમા હિરાભાઇ સાેલંકીઅે ક્રિકેટ ટુર્નામેન્ટનુ અાયાેજન કરી વિજેતા ખેલાડીઅાેને 70 હજારની બાઇક ઇનામમા અાપી હતી. કાેળી સમાજના પટેલ અને પાલિકાના પ્રમુખ પ્રતિનિધી બારીયાઅે જણાવ્યું હતુ કે વિજેતા ટીમાેને ઇનામાે અાપી પ્રાેત્સાહિત પણ કરાશે.

પાલિકા પ્રમુખ કાેમલબેન બારીયા તથા ચીફ અાેફિસર ચારૂબેન માેરીઅે જણાવ્યું હતુ કે ગત વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનુ અાયાેજન કરાયુ હતુ. અા તકે ચેમ્બરના પ્રમુખ હર્ષદભાઇ, માજી સભાપતિ ભગુભાઇ સાેલંકી, વિકીભાઇ સાેલંકી વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...