લોકાર્પણ:અમરેલી પાલિકાની સેવા ઘરે બેઠા મેળવવા સિનીયર સિટીઝન માટે હેલ્પલાઇન શરૂ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી ઘરે અાવી ફાેર્મ ભરી જશે અને દાખલા-સર્ટી-લાયસન્સ વિગેરે અાપી જશે

અમરેલી નગરપાલિકા દ્વારા અાજે સાેશ્યલ મિડીયાના પ્લેટફાેર્મનાે સહારાે લઇ શહેરના સિનીયર સિટીઝનને ઘરે બેઠા જ વિવિધ પ્રકારની સેવા પુરી પાડવા પાયલાેટ પ્રાેજેકટ અમલમા મુકવામા અાવ્યાે હતાે.સારહી યુથ કલબ અાેફ અમરેલીના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી, પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સાેઢા, કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવા વિગેરેની ઉપસ્થિતિમા સાેશ્યલ મિડીયાના નેટવર્ક પર નગરપાલિકા દ્વારા અાજે હેલ્પલાઇનનુ લોકાર્પણ કરવામા અાવ્યું હતુ.

અા હેલ્પલાઇન મારફત અમરેલી શહેરમા વસતા સિનીયર સિટીઝન ઘરે બેઠા જ નગરપાલિકાની વિવિધ સેવાઅાેનાે લાભ લઇ શકશે. હાલમા પ્રારંભિક તબક્કે ત્રણ વાેર્ડમા ટ્રાયલ બેઝ પર તેની શરૂઅાત કરાઇ હતી તેમ સુરેશભાઇ શેખવાઅે જણાવ્યુ હતુ.હેલ્પ લાઇન પર સિનીયર સિટીઝન દ્વારા મદદ મંગાતા જ તેમની જરૂરિયાત મુજબના સર્ટી, દાખલાઅાે વિગેરે ઘરે પહાેંચાડાશે. જે સર્ટી કે દાખલા માટે રૂબરૂ અાવવાની જરૂર હશે તેમા જ રૂબરૂનાે અાગ્રહ રખાશે.

નગરપાલિકા દ્વારા અા પ્રાેજેકટ માટે બે કર્મચારીની નિમણુંક કરાઇ છે જે સિનીયર સિટીઝનના ઘરે જશે અને જરૂરી ફાેર્મ ભરી અાપશે અને બાદમા જરૂરી કાગળાે તેમને ઘરે પણ પહાેંચાડશે. પાલિકાનાે વેરાે પણ ઘરે અાવી લઇ જશે અને પહાેચ અાપી જશે. અા ઉપરાંત પાલિકા હસ્તકની સરકારની વિવિધ યાેજનાઅાેના ફાેર્મ પણ અા કર્મચારીઅાે ઘરે અાવી ભરી દેશે. જે સિનીયર સિટીઝન હરીફરી શકવા સક્ષમ નથી તેમને અા યાેજનાનાે લાભ લેવા ખાસ અનુરાેધ કરાયાે છે.

અન્ય સમાચારો પણ છે...